Gir Somnath News: ગીર સોમનાથનો રુંવાડા ઉભા કરી દેતો વીડિયો, સુત્રાપાડામાં વિફરેલી ગાયનો યુવક પર હુમલો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 13 Jul 2023 04:39 PM (IST)Updated: Thu, 13 Jul 2023 05:27 PM (IST)
gir-somnath-news-cow-attacks-young-man-in-sutrapada-video-goes-viral

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાનો એક રુંવાડા ઉભા કરી દેતો વીડિયો સામે આવ્યો છે. જેમાં વિફરેલી એક ગાય યુવક પણ જીવલેણ હુમલો કરીને રગદોળી રહી છે. આ બનાવ સુત્રાપાડામાં બન્યો હતો. જ્યાં અંદાજે 45 સેકન્ડ સુધી ગાયે યુવાન પર હુમલો કર્યો હતો. આસપાસ ઉભેલા લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ જરા પણ થોભાયા વગર એકધારી ગાય યુવક પર તૂટી પડી હતી અને શિંગડા ભરાવીને યુવકને વારંવર જમીન પર રગદોળી રહી હતી. ગાયના હુમલાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સુત્રાપાડા શહેરમાં આવેલા ઘંટેશ્વર વિસ્તારમાં એક ગાય ખૂબજ ક્રૂર બની ગઇ હતી. ક્રૂર બનેલી ગાય માનસિક રીતે અસ્થિર પપ્પુ મંગાભાઈ ચાવડા પર હુમલો કરવા જઇ રહી હતી. જે દરમિયાન અજયભાઇ વાજા નામનો એક યુવક પપ્પુ ચાવડાને બચાવવા માટે વચ્ચે આવ્યો હતો અને ગાયને ભગાડવા માટે પ્રયાસ કર્યા હતા પરંતુ વિફરેલી ગાયે અજય પર પર હુમલો કર્યો હતો.

વિફરેલી ગાયે શિંગડા અને માથું ભરવી તથા પગથી અજયને જમીન પર આમ તેમ રગદોડવા લાગી હતી. બનાવ સમયે આસપાસ કેટલાક લોકો હતા. તેમણે પણ અથાગ પ્રયાસો કર્યા પરંતુ ગાય કોઇકાળે અજયને છોડતી ન હતી.ગાય દ્વારા કરવામાં આવેલા હુમલાથી થોડો સમય અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો. ગાયે કરેલા હુમલામાં યુવકને હાથ-પગ સહિત શરીરમાં અનેક જગ્યાએ ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છેકે, આ બનાવ 10 તારીખની આસપાસ બન્યો હોવાનું જાણવા મળ્યું છે અને હાલ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે.