ગીર સોમનાથમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ: આધેડને પ્રેમજાળમાં ફસાવી લાખો રુપિયા પડાવનાર મહિલા સૂત્રધાર સહિત 5 ઝબ્બે

ગીર સોમનાથના ગીર ગઢડા પોલીસે સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાળમાં ફસાવી નકલી પોલીસ બની ડ્રગ્સ કેસની ધમકી આપી ખંડણી ઉઘરાવતી હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય મહિલા સૂત્રધાર સહિત 5ની ધરપકડ કરી

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 08 Aug 2026 03:37 PM (IST)Updated: Sat, 08 Aug 2026 03:37 PM (IST)
gir-somnath-honey-trap-gang-busted-fake-police-extortion-drug-case-kajal-bhuri-arrested

Gir Somnath Honeytrap Gang Busted: ગીર સોમનાથ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને પોતાની જાળમાં ફસાવી, ફેક પોલીસ બનીને ડ્ગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને લાખો રુપિયા સેરવી લેતી એક શાતિર હનીટ્રેપ ગેંગનો ગીર ગઢડા પોલીસે પર્દાફાશ કર્યો છે.

આ રેકેટમાં સંડોવાચેલી મુખ્ય મહિલા સૂત્રધાર અને તેના ત્રણ સાગરિતોની ગીર ગઢડા પોલીસે ધરપકડ કરી છે, આ તોડકાંડમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. જ્યારે ફરાર અન્ય 3 આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

આધેડ સાથે વોટ્સએપ મારફતે સંપર્ક સાધ્યો

મળતી માહિતી મુજબ, ગીર સોમનાથમાં રહેતા એક આધેડ વ્યક્તિ સાથે 12 ફેબ્રુઆરી 2026ના રોજ વોટ્સએપ મારફતે શિવાની પટેલ નામની એક મહિલાએ સંપર્ક સાધ્યો હતો. થોડા દિવસો સુધી વાતચીત કરીને મિત્રતા કેળવી લીધી હતી. પોતાની જાળમા્ં ફસાવીને મહિલાએ 19 ફેબ્રુઆરીના રોજ આધેડને ગીરગઢડાના દ્રોણેશ્વર ખાતે મળવા માટે બોલાવ્યા હતા.

મહિલાએ આધેડ વ્યક્તિને ધોકડવા સુધી મૂકી જવા જણાવ્યું હતું. આધેડ પોતાની બાઈક પાછળ મહિલાને બેસાડીને ધોકડવા તરફ જઈ રહ્યા હતા. ત્યારે પૂર્વઆયોજિત કાવતરાના ભાગરુપે અંબાડા ગામના પાટિયા પાસે એક કાળી ફોર-વ્હીલ તેમનો પીછો કરી રસ્તો રોક્યો હતો.

ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રુપિયા પડાવ્યા

કાળી કારમાંથી ઉતરેલા ચારેય ઇસમોએ પોતે પોલીસ હોવાની નકલી ઓળખ આપીને આધેડને ધમકાવવાનું ચાલુ કર્યુ. આરોપીઓએ આધેડ પાસેથી ફોન અને બાઈકની ચાવી છીનવી લીધી હતી. તેમજ ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને બળજબરીપૂર્વક 2,05,000 રુપિયાની ખંડણી વસૂલી હતી. આ ઘટના બાદ ભોગ બનનારે 8 આરોપીઓ સામે ગીર ગઢડા પોલીસ મથકમાં નામજોગ ફરિયાદ નોંધાવી હતી.

મહિલા સૂત્રધાર સહિત 5ની અટકાયત

આધેડની ફરિયાદને આધારે ગીર ગઢડા પોલીસે તુરંત કાર્યવાહી કરીને સૌપ્રથમ કાર્તિક સોલંકી અને ચિરાગ જાદવને પકડી લીધા હતા. તેમની કડક પૂછપરછ બાદ પોલીસે આ રેકેટની મુખ્ય સૂત્રધાર કાજલ ઉર્ફે ભૂરી, દિવ્યેશ વાઢેળ અને દિલીપ ઝાલા નામના વધુ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. હાલ બાકીના 3 ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.