દીવ: હોટલના પાર્કિંગમાં બંધ કારમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ

દીવના ચોક વિસ્તારમાં આવેલી રિલેક્સ હોટલના પાર્કિંગમાં લાંબા સમયથી બંધ કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. દીવ પોલીસે મૃતદેહને PM માટે મોકલી તપાસ શરૂ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 20 Sep 2026 12:19 PM (IST)Updated: Sun, 20 Sep 2026 12:19 PM (IST)
diu-hotel-parking-closed-car-youth-dead-body-police-investigation

Dead Body Found In Car: કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ પૈકીના દીવ બંદર પર એક યુવાનનો રહસ્યમય સંજોગોમાં કારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ તુરંત પોલીસને કરાતા પોલીસે મૃતદેહને કબજે કરીને ઓળખાણ કરીને તેને પીએમ માટે મોકલી આપ્યો છે. તેમજ યુવકના મોત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, દીવમાં ચોક વિસ્તારમાં આવેલી રિલેક્સ હોટલના પાર્કિંગમાં લાંબા સમયથી એક કાર શંકાસ્પદ સ્થિતિમાં પાર્ક હતી. જેથી સિક્યુરિટી સ્ટાફને શંકા ગઈ હતી. સિક્યુરિટી સ્ટાફે આ અંગે દીવ પોલીસને જાણ કરી હતી.

પોલીસે કારના કાચ તોડીને અંદર તપાસ કરતાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને ગાડી બહાર કાઢીને તેની તપાસ કરતા એક આધારકાર્ડ મળી આવ્યું. જેમાં દર્શાવેલી વિગત પ્રમાણે, મરણ જનારાં યુવકનું નામ સરધારા નીતિન રમેશકુમાર (જેતપુર) હોવાનું સામે આવ્યું હતું.

હાલ પોલીસે યુવકના મૃતદેહને કબ્જે કરીને પીએમ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે,તેમજ  મૃતકના મોબાઈલ પર તેના પિતાનો કોલ આવતાં દીવ પોલીસે તેના પરિવારને જાણ કરી હતી. પોલીસે પાર્કિંગના સીસીટીવી ફૂટેજ ચકાસી છે. યુવકનું મોત પાછળ શું કારણ છે તે અંગે વધુ તપાસ શરુ કરી છે.