Valsad Weather Forecast Today and Tomorrow | આજનું વલસાડનું હવામાન (25 ઓગસ્ટ 2026): વલસાડ જિલ્લામાં ગઇકાલે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસ્યો હતો એ પણ અમુક તાલુકાઓમાં જ વરસાદી ઝાપટાં વરસ્યા હતા બાકી જિલ્લાના બીજા ભાગોમાં વરસાદ પડ્યો ન હતો. જેના કારણે બફારા અને ઉકળાટભર્યું વાતાવરણ સર્જાયું હતું. આગામી દિવસોમાં પણ શહેર અને જિલ્લામાં આ જ પ્રકારનો માહોલ રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે 25 ઓગસ્ટ 2026ના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાઇ શકે છે.
વલસાડમાં આજે વરસાદ પડશે?
હવામાન વિભાગની આગાહી અનુસાર, વલસાડ શહેર અને જિલ્લામાં આજે 25 ઓગસ્ટ 2026ના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા સ્થળોએ પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. આગામી 26થી 30 ઓગસ્ટ દરમિયાન પણ આકાશમાં વાદળો ઘેરાયેલા રહી શકે છે. સાથેજ છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ અનુસાર, આગામી 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદી ઝાપટાં વરસી શકે છે.
વલસાડમાં આજે કેટલું રહેશે તાપમાન?
વલસાડમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન કેટલું રહેશે તેની વાત કરીએ તો હવામાન વિભાગના લોકલ વેધર ફોરકાસ્ટ અનુસાર, આજે 25 ઓગસ્ટ 2026ના રોજ શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે. ભેજનું પ્રમાણ 84થી 95 ટકા સુધી રહી શકે છે. 26થી 30 ઓગસ્ટ દરમિયાન મહત્તમ તાપમાન 31થી 33 ડિગ્રીની વચ્ચે જ્યારે લઘુત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી સુધી રહી શકે છે. આ સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ 84થી 95 ટકા સુધી રહેવાની શક્યતા છે.
વલસાડ જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ વરસ્યો
ચોમાસું 2026ની સિઝનમાં અત્યારસુધીમાં વલસાડ જિલ્લામાં તાલુકાવાર સિઝનનો કેટલો વરસાદ પડ્યો તેની વિગતો અહીં કોષ્ટકમાં આપવામાં આવી છે.
| તાલુકા | એવરેજ વરસાદ(1996-2025) | સિઝનનો વરસાદ | વરસાદની ટકાવારી |
| ધરમપુર | 2484 | 2528 | 101.77 |
| કપરાડા | 2996 | 3622 | 120.89 |
| નાનાપોંઢા | 2511 | 2986 | 118.92 |
| પારડી | 2222 | 2609 | 117.42 |
| ઉમરગામ | 2026 | 2734 | 134.95 |
| વલસાડ | 2112 | 2565 | 121.45 |
| વાપી | 2314 | 2192 | 94.73 |
| જિલ્લાનો સરેરાશ | 2380.71 | 2748 | 115.43 |
