વલસાડમાં રખડતા કૂતરાના આતંકથી અફરાતફરીઃ કૈલાસ રોડ પર ડાઘિયાએ બાળકો-વૃદ્ધો સહિત 13ને બચકાં ભરી લોહીલુહાણ કરી નાંખ્યા

અચાનક હિંસક બનેલ કૂતરાએ શેરીમાં રમી રહેલા બાળકો પર હુમલો કર્યા બાદ ત્યાંથી પસાર થતાં બાઈક ચાલકને પગમાં બચકું ભરતા તે નીચે પટકાયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Feb 2026 10:28 PM (IST)Updated: Fri, 13 Feb 2026 10:28 PM (IST)
valsad-stray-dog-attack-13-injured-including-children-and-elderly-on-kailas-road
HIGHLIGHTS
  • કૂતરું કરડતાં તમામને તાત્કાલિક હડકવા વિરોધી રસી આપવામાં આવી

Valsad: વલસાડ શહેરના કૈલાશ રોડ અને આસપાસની સોસાયટીઓમાં રખડતા શ્વાનનો ભારે આતંક જોવા મળ્યો હતો. એક હિંસક બનેલા કૂતરાએ રસ્તામાં આવતા બાળકો, યુવાનો અને વૃદ્ધો સહિત કુલ 13 લોકોને કરડી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ તમામ 13 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હડકવા વિરોધી (Anti-Rabies) રસી અને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

વલસાડ શહેરના કૈલાશ રોડ વિસ્તારમાં ગુરુવારે એક કૂતરો અચાનક હિંસક બનીને રસ્તા પર દોડવા લાગ્યો હતો. તેણે શેરીમાં રમી રહેલા માસૂમ બાળકોને નિશાન બનાવ્યા હતા, એટલું જ નહીં પરંતુ ત્યાંથી પસાર થતા બાઈક સવારના પગમાં પણ જોરદાર બચકાં ભરતા ચાલક નીચે પટકાયો હતો.

એક પછી એક વૃદ્ધો સહીત 13 જેટલા લોકોને શ્વાને બચકાં ભર્યા હતા. તમામ આશરે 13 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હડકવા વિરોધી (Anti-Rabies) રસી અને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

આ ઘટના કૈલાશ રોડ અને તેની આસપાસની સોસાયટીઓમાં બની હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કૈલાશ રોડ પર છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ છે.