દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ: વલસાડના કપરાડા અને નાનાપોંઢામાં સૌથી વધુ વરસાદ, જાણો છેલ્લા 24 કલાકનાં આંકડા

ગુજરાતમાં વરસાદની સિઝન ચાલી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ ચાલી રહ્યો જોવા મળી રહ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 30 Aug 2026 07:46 AM (IST)Updated: Sun, 30 Aug 2026 07:46 AM (IST)
gujarat-rain-data-today-august-30-where-did-it-rain-24hour-districtwise-report

Gujarat Rain Report August 30: ગુજરાતમાં વરસાદની સિઝન ચાલી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ ચાલી રહ્યો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, તારીખ 29 ઓગસ્ટ સવારે 06:00 વાગ્યાથી 30 ઓગસ્ટ 2026 ના સવારે 06:00 વાગ્યા સુધીના 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં હળવો વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં હળવો વરસાદ જોવા મળ્યો છે. જિલ્લાના કપરાડા અને નાનાપોંઢા તાલુકામાં સૌથી વધારે 0.31 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાપીમાં 0.28 ઇંચ, પારડી 0.16, ઉમરગામમાં 0.8 ઇંચ, વલસાડ તાલુકામાં 0.04 ઇંચ તેમજ ધરમપુરમાં 0.04 ઇંચ વરસાદ નોધાયો છે.

ડાંગ, સુરત અને નવસારી જિલ્લાની સ્થિતિ

વલસાડ સિવાય દક્ષિણ ગુજરાતના અન્ય ત્રણ જિલ્લાના તાલુકાઓમાં પણ હળવી મેઘમહેર જોવા મળી છે. જેમાં ડાંગના ડાંગ તાલુકામાં 0.2 ઇંચ વરસાદ નોંધાયો છે, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 0.08 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 0.04 ઇઁચ હળવો વરસાદ નોંધાયો છે. આમ, સમગ્ર દક્ષિણ ગુજરાતના આ પંથકોમાં ધીમી ધારે હળવા વરસાદી ઝાપટાં પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.