ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાતે ગૌતમ અદાણી દંપતી

મુલાકાત દરમિયાન પૂજ્ય ગુરુદેવશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સાધના અને સેવા એકબીજા સાથે જોડાયેલાં છે. તેમણે વ્યક્તિના જીવન, સંસાધનો અને તકોનો ઉપયોગ વિશાળ જનકલ્યાણ માટે કરવા બાબત પણ માર્ગદર્શન આપ્યું હતું.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Mon, 19 Oct 2026 07:18 PM (IST)Updated: Mon, 19 Oct 2026 07:18 PM (IST)
gautam-adani-and-dr-priti-adani-visit-shrimad-rajchandra-ashram-in-dharampur-during-navratri-uphold-the-spirit-of-seva

ધરમપુર (વલસાડ), અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ નવરાત્રીના પાવન અવસરે રવિવારે દક્ષિણ ગુજરાતમાં ધરમપુરમાં આવેલા ‘શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લઈ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ગૌતમ અદાણીએ ‘X’ પર કરેલી પોસ્ટ પર લખ્યું, “પ્રીતિ અને મેં ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સાથે ખૂબ આધ્યાત્મિક ક્ષણો વિતાવીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. વિશ્વની સૌથી ઊંચી શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમાના ચરણ પૂજનીય ભાવે ચરણ ધોવાની પ્રક્ષાલન વિધી કરવાનો અનુભવ અત્યંત ભાવપૂર્ણ હતો.”

મુલાકાત દરમિયાન પૂજ્ય ગુરુદેવશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સાધના અને સેવા એકબીજા સાથે જોડાયેલાં છે. તેમણે વ્યક્તિના જીવન, સંસાધનો અને તકોનો ઉપયોગ વિશાળ જનકલ્યાણ માટે કરવા બાબત પણ માર્ગદર્શન આપ્યું હતું.

દંપતીએ આશ્રમના ધ્યાન અને આધ્યાત્મિક પ્રવચન સંકુલ જ્યાં પૂજ્ય ગુરુદેવશ્રીએ માનવ જીવનના ઉદ્દેશ્ય અને આધ્યાત્મિક સાધનાના મહત્વ વિશે વાત કરી હતી, તે રાજ સભાગૃહ’માં યોજાયેલા સત્સંગમાં ભાગ લીધો હતો. વધુમાં વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા અને સામાજિક કાર્યોમાં યોગદાન આપી રહેલા મિશનના યુવા વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ સાથે પણ શ્રી અદાણીએ સંવાદ કર્યો હતો.

ડૉ. પ્રીતિ અદાણીએ ‘શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વિમેન’ની મુલાકાત લઈ કૌશલ્ય વિકાસ, આજીવિકા અને ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમોના લાભાર્થી આદિવાસી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. ‘શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર’ની તેમની મુલાકાત વેળા દિવ્યાંગ બાળકોને તબીબી સાધનોના વિતરણમાં સહભાગી થયાં હતાં. તેમણે જિનમંદિરમાં ભગવાન મહાવીરની પૂજા-અર્ચના કરી હતી.

અદાણીએ મિશનની માનવતાવાદી શાખા ‘શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર’ સાથે સહયોગ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ડૉ. પ્રીતિ અદાણીએ અદાણી ફાઉન્ડેશનના કાર્યો સાથે સુસંગત સંસ્થાની દ્રષ્ટિ સંભાળ પહેલમાં સહયોગ કરવાની શક્યતાઓ વિષે ચર્ચા કરી હતી.

૩૫૫ એકરમાં ફેલાયેલો શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ SRMDનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય છે. ૧૯૯૪માં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા સ્થાપિત મિશન છ ખંડોમાં ૧૪૨ થી વધુ કેન્દ્રો ધરાવે છે, તે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે પૂજ્ય જૈન ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજી પાસેથી પ્રેરણા લે છે અને તે શિક્ષણ શાણપણ, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આંતરિક પરિવર્તન પર કેન્દ્રિત છે.

લાઇફ કેર મિશન આરોગ્યસંભાળ, શિક્ષણ, માનવતાવાદી સહાય, પ્રાણીઓની સંભાળ અને પર્યાવરણીય કલ્યાણના ક્ષેત્રમાં કામ કરે છે તે વૈશ્વિક સ્તરે લાખો જીવનને સ્પર્શ્યું છે.

વર્ષના આરંભે અદાણીએ અયોધ્યા, કોલકાતાના કાલીઘાટ અને ઉત્તર ગુજરાતમાં તારંગા હિલ્સ ખાતે જૈન મંદિરની મુલાકાત લીધી હતી. ૧ મેના રોજ, દંપતીએ તેમની ૪૦મી લગ્નતિથી નિમિત્તે કેદારનાથની મુલાકાત લીધી હતી.