તહેવારોમાં ટિકિટનું નો-ટેન્શન! વડોદરા અને પ્રતાપનગરથી 5 'ફેસ્ટિવલ સ્પેશિયલ' ટ્રેન શરૂ; જુઓ આખો રૂટ અને સમયપત્રક

તહેવારોની મોસમમાં મુસાફરોની સુવિધા માટે વડોદરા મંડળથી ગોરખપુર, મઊ, લાલકુઆં, કોલકાતા અને ચર્લપલ્લી માટે 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. જાણો વિગતવાર ટાઇમ ટેબલ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 14 Oct 2026 01:35 AM (IST)Updated: Wed, 14 Oct 2026 01:35 AM (IST)
western-railway-special-trains-2026-vadodara-festival-routes

Western Railway Special Train 2026: આગામી તહેવારોની મોસમમાં મુસાફરોની વધતી જતી ભીડને નિયંત્રિત કરવા અને યાત્રીઓની સુખદ સુવિધા સુનિશ્ચિત કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. રેલવે દ્વારા વિવિધ ડેસ્ટિનેશન માટે વિશેષ ભાડા પર 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા મુજબ, આ તમામ ટ્રેનો નવેમ્બર 2026 સુધી કાર્યરત રહેશે.

વડોદરા – ગોરખપુર સાપ્તાહિક સ્પેશિયલ (ટ્રેન નં. 09111/09112)

ઉપડવાનો સમય: દર સોમવારે વડોદરાથી સાંજે 19:00 કલાકે (બીજા દિવસે રાત્રે 23:30 કલાકે ગોરખપુર પહોંચશે).

વળતો સમય: દર બુધવારે ગોરખપુરથી સવારે 05:00 કલાકે (બીજા દિવસે સવારે 08:35 કલાકે વડોદરા પહોંચશે).

મહત્વના સ્ટેશનો: ગોધરા, રતલામ, કોટા, ભરતપુર, કાનપુર, એશબાગ, ગોંડા અને બસ્તી.

પ્રતાપનગર – મઊ સુપરફાસ્ટ સ્પેશિયલ (ટ્રેન નં. 09195/09196)

ઉપડવાનો સમય: દર શનિવારે પ્રતાપનગરથી સાંજે 16:00 કલાકે (બીજા દિવસે સાંજે 18:00 કલાકે મઊ પહોંચશે).

વળતો સમય: દર રવિવારે મઊથી રાત્રે 23:25 કલાકે (મંગળવારે પરોઢિયે 03:15 કલાકે પ્રતાપનગર પહોંચશે).

મહત્વના સ્ટેશનો: વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, કોટા, આગરા કેન્ટ, ઇટાવા, પ્રયાગરાજ અને વારાણસી.

પ્રતાપનગર – લાલકુઆં સુપરફાસ્ટ સ્પેશિયલ (ટ્રેન નં. 09119/09120)

ઉપડવાનો સમય: દર રવિવારે પ્રતાપનગરથી સાંજે 17:00 કલાકે (બીજા દિવસે બપોરે 12:45 કલાકે લાલકુઆં પહોંચશે).

વળતો સમય: દર સોમવારે લાલકુઆંથી બપોરે 15:50 કલાકે (બીજા દિવસે સવારે 11:30 કલાકે પ્રતાપનગર પહોંચશે).

મહત્વના સ્ટેશનો: ગોધરા, રતલામ, મથુરા, કાસગંજ અને બરેલી.

પ્રતાપનગર – ચર્લપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ (ટ્રેન નં. 07087/07088)

ઉપડવાનો સમય: દર રવિવારે પ્રતાપનગરથી રાત્રે 19:50 કલાકે (બીજા દિવસે રાત્રે 20:30 કલાકે ચર્લપલ્લી પહોંચશે).

વળતો સમય: દર શનિવારે ચર્લપલ્લીથી સાંજે 16:00 કલાકે (બીજા દિવસે સાંજે 17:50 કલાકે પ્રતાપનગર પહોંચશે).

મહત્વના સ્ટેશનો: ભરૂચ, સુરત, વલસાડ, વાપી, કલ્યાણ, પુણે, સોલાપુર અને સિકંદરાબાદ.

પ્રતાપનગર – કોલકાતા સાપ્તાહિક સ્પેશિયલ (ટ્રેન નં. 03110/03109)

ઉપડવાનો સમય: દર ગુરૂવારે પ્રતાપનગરથી સાંજે 16:15 કલાકે (શનિવારે બપોરે 12:05 કલાકે કોલકાતા પહોંચશે).

વળતો સમય: દર મંગળવારે કોલકાતાથી સવારે 08:00 કલાકે (બીજા દિવસે રાત્રે 23:40 કલાકે પ્રતાપનગર પહોંચશે).

મહત્વના સ્ટેશનો: કોટા, આગરા, ગોવિંદપુરી, પં. દીનદયાળ ઉપાધ્યાય, ગયા અને આસનસોલ.

કોચ અને સુવિધાઓ

મુસાફરોની સુવિધા અને આરામદાયક મુસાફરી માટે આ તમામ સ્પેશિયલ ટ્રેનોમાં AC (એસી), સ્લીપર (Sleeper) અને સામાન્ય દ્વિતીય શ્રેણી (General Second Class)ના ડબ્બાઓ જોડવામાં આવ્યા છે.