વડોદરા: સાવકા પિતાએ સગીર પુત્રી સાથે શારીરિક અડપલા કર્યા; માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

વડોદરાના માંજલપુર વિસ્તારમાં સાવકા પિતાએ સગીર દીકરીની એકલતાનો લાભ ઉઠાવીને શારીરિક અડપલા કર્યા. માતાએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 14 Jun 2026 09:49 AM (IST)Updated: Sun, 14 Jun 2026 09:49 AM (IST)
vadodara-stepfather-molested-minor-daughter-mother-filed-police-complaint

Vadodara News: વડોદરાના એક સગીર દિકરી સાથે શારીરિક અડપલાંની ગંભીર ઘટના સામે આવી છે. સાવકા પિતાએ તેની સગીર દીકરીની એકલતાનો લાભ ઉઠાવીને શારીરિક અડપલા કર્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે માંજલપુર પોલીસ મથકમાં માતાએ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પિતા સાવકી પુત્રી સાથે શારીરિક અડપલાં કરતો

મળતી માહિતી મુજબ, માંજલપુર વિસ્તારમાં એક મહિલાએ બીજા લગ્ન કર્યા. તે પુત્રી અને બીજા પતિ સાથે માંજલપુરમાં ભાડાના મકાનમાં રહે છે. મહિલાને નોકરીએ જવાનું હોવાથી પુત્રી અને પિતા ઘરે એકલા જ રહેતા. આથી પિતાએ પુત્રી પર નજર બગાડી હતી. તેણે દિકરી સાથે શારીરિક અડપલા કરવાનું શરુ કર્યું હતું. તેમજ આ વાત માતાને જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

માતાએ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

આ રોજનો ક્રમ બની ગયો હતો. આથી એકવાર સગીરા તેના સાવકા પિતાના ત્રાસથી કંટાળીને સઘળી હકીકત માતાને જણાવી હતી. માતાએ સમગ્ર હકીકત જાણતાં જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે આ મામલે હિંમત એકઠી કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવાનું નક્કી કર્યુ હતું. મહિલા તુરંત જ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે પોલીસે આરોપી પિતાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.