રાજસ્થાનનો કુખ્યાત ગુનેગાર અમિત ઠક્કર ગુજરાતથી ઝડપાયો, વડોદરા SOG પોલીસની સફળ કાર્યવાહી

વોન્ટેડ અમિત ઠક્કર સામે રાજસ્થાનના ચર્ચિત NDPS કેસમાં ગંભીર આરોપ નોંધાયેલા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 05 Oct 2026 12:01 PM (IST)Updated: Mon, 05 Oct 2026 12:01 PM (IST)
vadodara-sog-police-arrests-wanted-accused-amit-thakkar-in-rajasthan-ndps-case
ગુનેગાર અમિત ઠક્કર

Vadodara Crime News: ગુના આચરીને નાસતા ફરતા રીઢા ગુનેગારો તથા નશીલા પદાર્થોની ગેરકાયદે હેરાફેરી કરતા ઈસમો સામે વડોદરા શહેર પોલીસે લાલ આંખ કરી છે. રાજસ્થાનના ચર્ચિત NDPS કેસમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપી અમિત મુકેશભાઈ ઠક્કરને વડોદરા SOG ટીમે લક્ષ્મીપુરા વિસ્તારમાંથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા નશીલા પદાર્થો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ ચલાવવા સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શન આપી હતી. જે અંતર્ગત વડોદરા વડોદરા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (Vadodara SOG) ને એક મોટી સફળતા સાંપડી છે. રાજસ્થાનના ચર્ચિત NDPS કેસમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપી અમિત મુકેશભાઈ ઠક્કરને વડોદરા SOG ટીમે લક્ષ્મીપુરા વિસ્તારમાંથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો અનુસાર, રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા NDPS એક્ટ હેઠળના ગંભીર ગુનામાં આરોપી અમિત મુકેશભાઈ ઠક્કર નાસતો ફરતો હતો. રાજસ્થાન પોલીસ તેને પકડવા માટે સતત શોધખોળ કરી રહી હતી, પરંતુ તે પોતાની ઓળખ છુપાવીને વડોદરા શહેરમાં આશ્રય લઈ રહ્યો હતો.

વડોદરા SOG ટીમને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી કે રાણીવાડા NDPS કેસનો વોન્ટેડ આરોપી અમિત ઠક્કર વડોદરાના સમતા વિસ્તારમાં આવેલા લક્ષ્મીપુરા રોડ પર રહસ્યમય રીતે ફરી રહ્યો છે. આ ચોક્કસ માહિતીના આધારે SOG ટીમે તાત્કાલિક વિસ્તારમાં વોચ ગોઠવી દરોડો પાડ્યો અને આરોપી અમિત ઠક્કરને સ્થળ પરથી જ કોર્ડન કરીને ઝડપી લીધો હતો.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે રાજસ્થાન પોલીસના NDPS ના ગુનામાં આરોપીની ધરપકડ બાકી હોવાથી તે ધરપકડથી બચવા માટે વડોદરા ખાતે છુપાયો હતો. SOG ટીમની આ ત્વરિત કાર્યવાહીથી આંતરરાજ્ય નશીલા પદાર્થોના નેટવર્ક સાથે જોડાયેલા તત્વોમાં ફાળ પડી છે.

વડોદરા SOG પોલીસે આ મામલે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી અને પકડાયેલા આરોપી અમિત ઠક્કરનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવા માટેની જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા પોલીસની આ કામગીરીની ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરાહના કરવામાં આવી છે.