Vadodara Shivji Ki Savari 2026 Route: સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે 'સત્યમ શિવમ સુંદરમ' સમિતિ દ્વારા ભગવાન શિવની ભવ્ય રથયાત્રા 'શિવજી કી સવારી'નું આયોજન કરવામાં આવ્યું છે. 15 ફેબ્રુઆરી 2026 ના રોજ શહેરના માર્ગો પર શિવજીનો ભવ્ય રથ ભ્રમણ કરશે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.
વડોદરા શિવજી કી સવારી 2026: તારીખ અને સમય (Vadodara Shivji Ki Savari 2026 Date and Timings)
આ પણ વાંચો
આ ધાર્મિક ઉત્સવની શરૂઆત 15 ફેબ્રુઆરી 2026 ના રોજ બપોરે 3:30 વાગ્યે વાડી સ્થિત રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી થશે. ભક્તોના 'બમ બમ ભોલે' ના નાદ સાથે આ સવારી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે. યાત્રાનું મુખ્ય આકર્ષણ સુરસાગર તળાવ ખાતે યોજાનારી ભવ્ય મહાઆરતી રહેશે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યે કૈલાસપુરી ખાતે આ યાત્રાનું સમાપન થશે.
શિવજી કી સવારી સંપૂર્ણ રૂટ (Vadodara Shivji Ki Savari 2026 Route)
- વાડી રણમુક્તેશ્વર મહાદેવ મંદિર (પ્રારંભ)
- વિહાર સિનેમા ચાર રસ્તા
- નાની શાક માર્કેટથી ચોખંડી
- ગેંડીગેટ દરવાજા અને માંડવી
- લહેરીપુરા દરવાજો અને લાલકોર્ટ બિલ્ડિંગ
- વીર ભગતસિંહ ચોક અને ખંડેરાવ માર્કેટ
- દાંડીયાબજાર અને ફાયર બ્રિગેડ ચાર રસ્તા
- મહારાણી સ્કૂલ અને સુરસાગર પાળ (મહાઆરતી)
- પ્રતાપ સિનેમા અને મહાત્મા ગાંધી નગરગૃહ
- જયુબિલી બાગ અને ટાવર ચાર રસ્તા (કોઠી)
- ફુલબારીનાકા
- કૈલાસપુરી (સમાપન)
ભગવાન શિવનો મનોહર રથ અને મૂર્તિઓ
આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ તેનો ભવ્ય રથ છે. આ રથમાં ભગવાન શિવ, માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયજીની મૂર્તિઓ બિરાજમાન છે, જે શિવજીના વાહન નંદી પર સવાર છે. આ ઉપરાંત દેવર્ષિ નારદ મુનિની મૂર્તિ પણ આ દિવ્ય પ્રદર્શનનો હિસ્સો છે. મહાશિવરાત્રિ સિવાયના દિવસોમાં આ રથને વડસર-કલાલી રોડ પાસે આવેલા મોટનાથ મહાદેવ મંદિરમાં કાચના વિશેષ શેડમાં સુરક્ષિત રાખવામાં આવે છે.
