PM eBus Seva Route in Vadodara: વડોદરા શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાને વધુ આધુનિક, મજબૂત અને પર્યાવરણ અનુકૂળ બનાવવાના ઉદ્દેશ્યથી PM eBus Sewa હેઠળ વધુ 20 નવી ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રી ડો. મનીષાબેન વકીલની ઉપસ્થિતિમાં આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અગાઉ પ્રથમ તબક્કામાં શરૂ કરાયેલી 30 ઈ-બસો બાદ હવે શહેરમાં ઈ-બસોની એકંદર સંખ્યા વધીને 50 થઈ ગઈ છે.
નવી PM ઈ-બસોના 6 નવા રૂટ અને સ્ટોપેજની વિગતવાર માહિતી
રૂટ 1: સયાજીગંજ (જન મહેલ) થી સિંધરોટ બ્રિજ
કુલ અંતર: 25.75 કિલોમીટર | કુલ સ્ટોપ: 14
લાભ: સેવાસી, શેરખી અને દાજીપુરા જેવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના નાગરિકોને હોસ્પિટલ અને મુખ્ય કેન્દ્રો સુધી સરળ કનેક્ટિવિટી મળશે.
બસ રૂટ અને તમામ સ્ટોપનું વિગતવાર પત્રક
| ક્રમ | સ્ટોપ નામ (ગુજરાતી) | સ્ટોપ નામ (English) | પાછલા સ્ટોપથી અંતર (કિ.મી.) | કુલ અંતર (કિ.મી.) |
| 1 | સયાજીગંજ (જન મહેલ) | Sayajigunj (Jan Mahel) | 0 | 0 |
| 2 | કાલાઘોડા | Kalaghoda | 0.71 | 0.71 |
| 3 | નરહરી સર્કલ | Narhari Circle | 1.01 | 1.72 |
| 4 | ફતેગંજ પોસ્ટ ઓફિસ | Fatehgunj Post Office | 0.68 | 2.4 |
| 5 | ગેંડા સર્કલ | Genda Circle | 1.57 | 3.97 |
| 6 | ચકલી સર્કલ | Chakli Circle | 1.27 | 5.24 |
| 7 | નટુભાઈ સર્કલ | Natubhai Circle | 0.77 | 6.01 |
| 8 | GMERS હોસ્પિટલ | GMERS Hospital | 1.09 | 7.1 |
| 9 | ગોત્રી તળાવ | Gotri Lake | 1.34 | 8.44 |
| 10 | સેવાસી ગામ | Sevasi Village | 1.72 | 10.16 |
| 11 | સોનારકુઈ | Sonarkui | 1.84 | 12 |
| 12 | શેરખી ગામ | Sherkhi Village | 0.87 | 12.87 |
| 13 | દાજીપુરા ગામ | Dajipura Village | 5.47 | 18.34 |
| 14 | સિંધરોટ બ્રિજ | Sindhrot Bridge | 7.41 | 25.75 |
રૂટ 2: સયાજીગંજ (જન મહેલ) થી રણોલી / નંદેસરી ચોકડી
કુલ અંતર: 22.65 કિલોમીટર | કુલ સ્ટોપ: 18
લાભ: GSFC યુનિવર્સિટી, ગુજરાત પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ રણોલી, પદમલા અને નંદેસરી ઔદ્યોગિક વિસ્તારના કામદારો માટે અત્યંત ઉપયોગી.
બસ રૂટ અને તમામ સ્ટોપનું વિગતવાર પત્રક
| ક્રમ | સ્ટોપ નામ (ગુજરાતી) | સ્ટોપ નામ (English) | પાછલા સ્ટોપથી અંતર (કિ.મી.) | કુલ અંતર (કિ.મી.) |
| 1 | સયાજીગંજ | Sayajigunj | 0 | 0 |
| 2 | કાલાઘોડા | Kalaghoda | 0.71 | 0.71 |
| 3 | નરહરી સર્કલ | Narhari Circle | 1.01 | 1.72 |
| 4 | ફતેગંજ પોસ્ટ ઓફિસ | Fatehgunj Post Office | 0.68 | 2.4 |
| 5 | મહેસાણા નગર સર્કલ | Mahesana Nagar Circle | 1.47 | 3.87 |
| 6 | નિઝામપુરા ડેપો | Nizampura Depot | 0.48 | 4.35 |
| 7 | છાણી જકાતનાકા સર્કલ | Chhani Jakatnaka Circle | 0.62 | 4.97 |
| 8 | પ્રકૃતિ રિસોર્ટ | Prakruti Resort | 1.06 | 6.03 |
| 9 | રામા કાકા ડેરી | Rama Kaka Dairy | 0.32 | 6.35 |
| 10 | ગુરુદ્વારા | Gurudwara | 1.71 | 8.06 |
| 11 | ગુજરાત પબ્લિક સ્કુલ | Gujarat Public School | 2.81 | 10.87 |
| 12 | GSFC ફર્ટીલાઇઝર | GSFC Fertilizer | 1.42 | 12.29 |
| 13 | GSFC યુનિવર્સિટી | GSFC University | 1.75 | 14.04 |
| 14 | તાપી હોટેલ | Tapi Hotel | 1.13 | 15.17 |
| 15 | રણોલી ગામ | Ranoli Village | 1.18 | 16.35 |
| 16 | પદમલા | Padamla | 1.58 | 17.93 |
| 17 | સાકરદા | Sakarda | 1.66 | 19.59 |
| 18 | નંદેસરી ચોકડી | Nandesari Chokdi | 3.06 | 22.65 |
રૂટ 3: સયાજીગંજ (જન મહેલ) થી સાવલી / મંજુસર GIDC
કુલ અંતર: 34.49 કિલોમીટર | કુલ સ્ટોપ: 21
લાભ: મંજુસર GIDC ની વિવિધ કંપનીઓ અને ફેક્ટરીઓમાં દૈનિક અપ-ડાઉન કરતા હજારો કર્મચારીઓ અને શ્રમિકોના સમય અને નાણાંની બચત થશે.
બસ રૂટ અને તમામ સ્ટોપનું વિગતવાર પત્રક
| ક્રમ | સ્ટોપ નામ (ગુજરાતી) | સ્ટોપ નામ (English) | પાછલા સ્ટોપથી અંતર (કિ.મી.) | કુલ અંતર (કિ.મી.) |
| 1 | સયાજીગંજ | Sayajigunj | 0 | 0 |
| 2 | કાલાઘોડા | Kalaghoda | 0.71 | 0.71 |
| 3 | નરહરી સર્કલ | Narhari Circle | 1.01 | 1.72 |
| 4 | ફતેગંજ પોસ્ટ ઓફિસ | Fatehgunj Post Office | 0.68 | 2.4 |
| 5 | મહેસાણા નગર સર્કલ | Mahesana Nagar Circle | 1.47 | 3.87 |
| 6 | નિઝામપુરા | Nizampura Depot | 0.48 | 4.35 |
| 7 | અભિલાષા | Abhilasha | 1.01 | 5.36 |
| 8 | સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ | Sports Complex | 0.75 | 6.11 |
| 9 | ચાણક્યપુરી | Chanakyapuri | 0.23 | 6.34 |
| 10 | સમા જલારામ મંદિર | Sama Jalaram Mandir | 0.76 | 7.1 |
| 11 | EME સર્કલ | EME Circle | 1.92 | 9.02 |
| 12 | વુડા સર્કલ | VUDA Circle | 3.61 | 12.63 |
| 13 | અમિત નગર | Amit Nagar | 3.69 | 16.32 |
| 14 | સમા તળાવ | Sama Talav | 1.72 | 18.04 |
| 15 | સમા કેનાલ | Sama Canal | 1.74 | 19.78 |
| 16 | વેમાલી | Vemali | 1.34 | 21.12 |
| 17 | દુમાડ ચોકડી | Dumad Chokdi | 0.59 | 21.71 |
| 18 | દુમાડ ગામ | Dumad Village | 1.38 | 23.09 |
| 19 | I.O.C.L. ગેટ | IOCL Gate | 2.21 | 25.3 |
| 20 | આસોજ | Asoj | 7.32 | 32.62 |
| 21 | મંજુસર GIDC ગેટ | Manjusar GIDC Gate | 1.87 | 34.49 |
રૂટ 4: સયાજીગંજ (જન મહેલ) થી આજવા ગામ / આજવા ગાર્ડન
કુલ અંતર: 27.80 કિલોમીટર | કુલ સ્ટોપ: 21
લાભ: પૂર્વ વિસ્તારના રહીશો ઉપરાંત વીકએન્ડ દરમિયાન આજવા ગાર્ડન અને નિમેટા જનારા પ્રવાસીઓ તથા પરિવારજનો માટે આરામદાયક સવારી.
બસ રૂટ અને તમામ સ્ટોપનું વિગતવાર પત્રક
| ક્રમ | સ્ટોપ નામ (ગુજરાતી) | સ્ટોપ નામ (English) | પાછલા સ્ટોપથી અંતર (કિ.મી.) | કુલ અંતર (કિ.મી.) |
| 1 | સયાજીગંજ | Sayajigunj | 0 | 0 |
| 2 | કાલાઘોડા | Kalaghoda | 0.71 | 0.71 |
| 3 | નરહરી સર્કલ | Narhari Circle | 1.01 | 1.72 |
| 4 | કાશીબા હોસ્પિટલ | Kashiba Hospital | 0.31 | 2.81 |
| 5 | જીવન ભારતી સ્કૂલ | Jivan Bharati School | 0.25 | 3.06 |
| 6 | આર્ય કન્યા વિદ્યાલય | Arya Kanya Vidyalay | 0.87 | 3.93 |
| 7 | કારેલીબાગ પાણીની ટાંકી | Karelibaug Water Tank | 0.51 | 4.44 |
| 8 | સંગમ ચાર રસ્તા | Sangam Char Rasta | 0.84 | 5.28 |
| 9 | એરપોર્ટ સર્કલ | Airport Circle | 2.31 | 7.59 |
| 10 | ખોડીયાર નગર ચાર રસ્તા | Khodiyar Nagar Char Rasta | 0.74 | 8.33 |
| 11 | વ્રજધામ સોસાયટી | Vrajdham Society | 0.75 | 9.08 |
| 12 | ખોડીયાર નગર ડી માર્ટ | Khodiyar Nagar DMart | 0.98 | 10.06 |
| 13 | સયાજીપુરા તળાવ ચોકી | Sayajipura Talav Chowki | 2.03 | 12.09 |
| 14 | કમલા નગર તળાવ | Kamla Nagar Lake | 0.84 | 12.93 |
| 15 | આજવા ચોકડી | Ajwa Chokdi | 1.53 | 14.46 |
| 16 | સિકંદરપુરા | Sikandarpura | 0.6 | 15.06 |
| 17 | માધવ નગર | Madhav Nagar | 3.96 | 19.02 |
| 18 | નિમેટા ગામ | Nimeta Village | 4.63 | 23.65 |
| 19 | રવાલ ચોકડી | Raval Chokdi | 2.35 | 26 |
| 20 | રાયણ તલાવડી | Rayan Talavdi | 1.8 | 27.8 |
| 21 | આજવા (આજવા ગાર્ડન) | Ajwa (Ajwa Garden) | 0 | 27.8 |
રૂટ 5: સયાજીગંજ (જન મહેલ) થી પાદરા / M.K. અમીન કોલેજ
કુલ અંતર: 23.46 કિલોમીટર | કુલ સ્ટોપ: 20
લાભ: S.S.G. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને પરિજનો તેમજ M.K. અમીન કોલેજના વિદ્યાર્થીઓ માટે સીધી અને સુરક્ષિત બસ સેવા.
બસ રૂટ અને તમામ સ્ટોપનું વિગતવાર પત્રક
| ક્રમ | સ્ટોપ નામ (ગુજરાતી) | સ્ટોપ નામ (English) | પાછલા સ્ટોપથી અંતર (કિ.મી.) | કુલ અંતર (કિ.મી.) |
| 1 | કાલાઘોડા | Kalaghoda | 0 | 0 |
| 2 | S.S.G. હોસ્પિટલ | SSG Hospital | 0.52 | 0.52 |
| 3 | બદામડી બાગ | Badamdi Bagh | 0.79 | 1.31 |
| 4 | કીર્તિ સ્તંભ | Kirti Stambh | 0.46 | 1.77 |
| 5 | કુંજ પ્લાઝા | Kunj Plaza | 0.49 | 2.26 |
| 6 | લાલબાગ S.R.P. | Lalbaug SRP | 0.95 | 3.21 |
| 7 | માંજલપુર ફાટક | Manjalpur Fatak | 2.19 | 5.4 |
| 8 | વિશ્વામિત્રી રેલવે સ્ટેશન બ્રિજ | Vishwamitri Railway Station Bridge | 0.67 | 6.07 |
| 9 | મુજ મહુડા (શિવાજી સર્કલ) | Muj Mahuda (Shivaji Circle) | 1.08 | 7.15 |
| 10 | અક્ષર ચોક | Akshar Chowk | 0.53 | 7.68 |
| 11 | BAPS હોસ્પિટલ | BAPS Hospital | 1.04 | 8.72 |
| 12 | સ્વામિનારાયણ મંદિર | Swaminarayan Mandir | 2.84 | 11.56 |
| 13 | કિયા કાર શોરૂમ | Kia Car Showroom | 3.44 | 15 |
| 14 | બિલ ચોકડી | Bil Chokdi | 2.24 | 17.24 |
| 15 | હજરત ગેબન દરગાહ | Hazrat Geban Dargah | 1.36 | 18.6 |
| 16 | વોટર રિસોર્સ કોલેજ | Water Resource College | 1.12 | 19.72 |
| 17 | લક્ષ્મીપુરા | Lakshmipura | 0.71 | 20.43 |
| 18 | સાંગમા | Sangama | 0.68 | 21.11 |
| 19 | પાદરા | Padra | 1.91 | 23.02 |
| 20 | M.K. અમીન કોલેજ | M.K. Amin College | 0.44 | 23.46 |
રૂટ 6: સયાજીગંજ (જન મહેલ) થી પોર GIDC
કુલ અંતર: 22.44 કિલોમીટર | કુલ સ્ટોપ: 16
લાભ: મકરપુરા, માણેજા, વરણામ અને પોર GIDC ના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા હજારો દૈનિક શ્રમિકો અને કર્મચારીઓ માટે કાયફાતી અને સમયસર સેવા.
બસ રૂટ અને તમામ સ્ટોપનું વિગતવાર પત્રક
| ક્રમ | સ્ટોપ નામ (ગુજરાતી) | સ્ટોપ નામ (English) | પાછલા સ્ટોપથી અંતર (કિ.મી.) | કુલ અંતર (કિ.મી.) |
| 1 | સયાજીગંજ | Sayajigunj | 0 | 0 |
| 2 | કાલાઘોડા | Kalaghoda | 0.71 | 0.71 |
| 3 | નર્મદા ભવન | Narmada Bhavan | 0.92 | 1.63 |
| 4 | કીર્તિ સ્તંભ ત્રણ રસ્તા | Kirti Stambh Three Roads | 0.85 | 2.48 |
| 5 | લાલબાગ એસઆરપી | Lalbaug SRP | 1.3 | 3.78 |
| 6 | શ્રેયસ વિદ્યાલય | Shreyas Vidyalay | 0.73 | 4.51 |
| 7 | સ્પંદન સર્કલ | Spandan Circle | 0.5 | 5.01 |
| 8 | ભવન્સ સર્કલ | Bhavans Circle | 0.49 | 5.5 |
| 9 | સુસેન સર્કલ | Susen Circle | 1.53 | 7.03 |
| 10 | મકરપુરા બસ ડેપો | Makarpura Bus Depot | 0.9 | 7.93 |
| 11 | માણેજા | Maneja | 2.35 | 10.28 |
| 12 | મારેઠા જાંબુવા MGVCL | Maretha Jambuva MGVCL | 2.11 | 12.39 |
| 13 | આલમગીર | Alamgir | 1.79 | 14.18 |
| 14 | વરણામ | Varnama | 2.03 | 16.21 |
| 15 | પોર ગામ | Por Village | 4.79 | 21 |
| 16 | પોર G.I.D.C. | Por GIDC | 1.44 | 22.44 |
ટિકિટ દર અને કન્સેશન પાસ સુવિધા
'ક્લીન સિટી, ગ્રીન સિટી' અને 'આપણી બસ, આપણી સેવા' ના બિરુદ સાથે શરૂ કરાયેલી આ બસ સેવામાં મુસાફરો માટે ભાડું માત્ર ₹5 થી ₹30 સુધી રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને દિવ્યાંગો માટે રાહત દરે 'કન્સેશન પાસ' ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઓક્ટોબર 2026 સુધીમાં વધુ 50 ઈ-બસોનું આગમન થશે
વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શહેરમાં ચાલતી જૂની ડીઝલ અને સીએનજી બસોને તબક્કાવાર બંધ કરીને સંપૂર્ણપણે ઈ-બસો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાની 30 બસોમાંથી માત્ર એક જ મહિનામાં ₹29 લાખની આવક નોંધાઈ છે. આ સફળતાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે જાહેરાત કરી છે કે ઓક્ટોબર 2026 સુધીમાં શહેરમાં વધુ 50 નવી PM ઈ-બસો ઉમેરવામાં આવશે. આ સાથે જ નાગરિકો માટે નવા આધુનિક બસ સ્ટોપ પણ બનાવવામાં આવશે.
