Vadodara: રેસકોર્સ રોડ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલે ગુજરાતનું પ્રથમ એડવાન્સ સેન્ટ જ્યૂડ લીડલેસ પેસમેકર ઈમ્પ્લાન્ટ કર્યું

પરંપરાગત પેસમેકર્સને કોલરબોન નીચે ત્વચા નીચે મૂકવામાં આવે છે અને તેને હૃદય સુધી પહોંચવા માટે નસોમાંથી પસાર થતી લીડ્સ (વાયર) ની જરૂર પડે છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Nov 2025 04:38 PM (IST)Updated: Wed, 26 Nov 2025 05:21 PM (IST)
vadodara-news-sterling-hospital-successfully-implanted-gujarat-first-advanced-jude-leadless-pacemaker
HIGHLIGHTS
  • સ્ટર્લિંગ હોસ્પિટલે જીવલેણ કહી શકાય તેવા હાર્ટ રિધમ ડિસઓર્ડરની સારવારમાં નવો માપદંડ સ્થાપ્યો

Vadodara: વડોદરા શહેરના રેસકોર્સ રોડ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલે ગુજરાતમાં સૌપ્રથમ વખત સફળતાપૂર્વક એડવાન્સ્ડ જ્યુડ (અબોટ) લીડલેસ પરમેનેન્ટ પેસમેકર ઇમ્પ્લાન્ટ હાથ ધરીને હૃદય રોગની સંભાળમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ એક નેક્સ્ટ-જનરેશન ડિવાઇસ છે, જે જીવનને જોખમમાં મૂકનારા હાર્ટ રિધમ ડિસઓર્ડર્સ (હૃદયના ધબકારામાં દરમાં જોવા મળતી અનિયમિતતા)ની સારવારમાં એક મહત્વપૂર્ણ સફળતા છે.

65 વર્ષના એક વૃદ્ધ પુરુષ પર આ જીવન બચનાવનારી પ્રોસિજર હાથ ધરવામાં આવી હતી. આ દર્દી બે અલગ-અલગ પ્રસંગોએ સિન્કોપ (બેભાન થઈ જવું/ચેતના ગુમાવવી) નો વારંવાર ભોગ બન્યા હતા. જેના પરિણામે તેમને બે અલગ અલગ સમયે શારીરિક ઇજાઓ થઈ હતી.

નોર્મલ એન્જિયોગ્રાફી, ઇકોકાર્ડિયોગ્રાફી અને ન્યુરોલોજીકલ ટેસ્ટ્સ સહિત સંપૂર્ણ કાર્ડિયાક અને ન્યુરોલોજીકલ મૂલ્યાંકન પછી, દર્દીને Left Bundle Branch Block (LBBB) હોવાનું નિદાન થયું હતું. ગંભીર ઇન્ટરમિટન્ટ બ્રેડીકાર્ડિયા (ખૂબ જ ધીમી ગતિએ હૃદયના ધબકારા થવા) ને લીધે જ તેઓ બેભાન થઈ જતા હતા. આ એવી સ્થિતિ હતી, જ્યાં કટોકટી દરમિયાન સ્ટેન્ડબાય સપોર્ટ પૂરો પાડવા માટે સિંગલ-ચેમ્બર પરમેનેન્ટ પેસમેકર જ સારવારનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

15મી નવેમ્બર, 2025ના રોજ સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, રેસકોર્સ રોડ, વડોદરા ખાતેના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના ડિરેક્ટર ડો. વી સી ચૌહાણે સફળતાપૂર્વક સેન્ટ જ્યુડ લીડલેસ VVI પરમેનેન્ટ પેસમેકર ઇમ્પ્લાન્ટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ એડવાન્સ્ડ ટેક્નોલોજીનો સૌપ્રથમ વખત ઉપયોગ થયો છે.

આ સિદ્ધિ અંગે ડો. ચૌહાણે જણાવ્યું હતું કે, પરંપરાગત પેસમેકર્સને કોલરબોન નીચે ત્વચા નીચે મૂકવામાં આવે છે અને તેને હૃદય સુધી પહોંચવા માટે નસોમાંથી પસાર થતી લીડ્સ (વાયર) ની જરૂર પડે છે. આવા પેસમેકર્સથી વિપરિત સેન્ટ જ્યુડ લીડલેસ પેસમેકર આ સ્થાનિક અને નસ સંબંધિત સમસ્યાઓને સંપૂર્ણપણે દૂર કરે છે. જે 20 વર્ષ (કેટલાક પ્રતિસ્પર્ધી ડિવાઇસીસ કરતા પાંચ વર્ષ વધુ) ની નોંધપાત્ર રીતે લાંબી બેટરી લાઇફ ધરાવે છે અને સંપૂર્ણપણે પુનઃપ્રાપ્ત કરી શકાય તેવા છે. તે હાલમાં તેના ક્લાસમાં એકમાત્ર કોમર્શિયલી ઉપલબ્ધ ડબલ-ચેમ્બર લીડલેસ પેસમેકર છે.

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલે ખાતે અગાઉ મેડટ્રોનિક માઈક્રા લીડલેસ પેસમેકર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા છે, પરંતુ સેન્ટ જ્યુડ ડિવાઇસનો સફળ ઉપયોગ આ વિસ્તારમાં અદ્યતન કાર્ડિયાક રિધમ મેનેજમેન્ટ માટે એક અગ્રણી પગલું છે.

સ્ટર્લિંગ હોસ્પિટલ્સ રેસકોર્સ રોડ, વડોદરાના એવીપી અને ફેસિલિટી ડિરેક્ટર હરપ્રીત સિંહે ઉમેર્યું હતું કે, આ સફળ ઇમ્પ્લાન્ટેશન સ્ટર્લિંગ હોસ્પિટલની તેના દર્દીઓ માટે સૌથી સલામત અને અદ્યતન સંભાળ સુનિશ્ચિત કરવા માટે અત્યાધુનિક મેડિકલ ટેક્નોલોજી અપનાવવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.