Vadodara: SOGએ રૂ. 22 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી પાડ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Apr 2024 08:19 PM (IST)Updated: Fri, 05 Apr 2024 08:19 PM (IST)
vadodara-news-sog-police-held-drug-peddler-with-rs-22-lakhmd-drugs

Vadodara: ગૃહ વિભાગ દ્વારા રાજ્યને 'ઉડતા ગુજરાત' બનતુ રોકવા માટે પોલીસ વિભાગને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. એવામાં વડોદરા SOGની ટીમે શહેરના કારેલીબાગ વિસ્તારમાં રૂ. 22 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને ઝડપી પાડ્યો છે.

હકીકતમાં વડોદરા SOGની ટીમને બાતમી મળી હતી કે, શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ પાંજરીગર મહોલ્લા નજીક નસીર કોમ્પલેક્સમાં એક ઈસમ મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. હાલ તેની પાસે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો છે.

આ બાતમીના આધારે SOGની ટીમે નસીક કોમ્પલેક્સમાં દરોડા પાડીને ડ્રગ્સનું વેચાણ કરી રહેલ ગુલામ રસુલ રફીક અહેમદ શેખ નામના પેડલરને ઝડપી પાડ્યો હતો. જેની તલાસી લેતા 221 ગ્રામ એમડી ડ્રગ્સ (જેની અંદાજિત કિંમત રૂ. 22 લાખ) મળી આવ્યું હતુ. હાલ તો પેડલરની ધરપકડ કરીને આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો? તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.