Vadodara: એમ.એસ. યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં, આર્ટ્સ બાદ હવે કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીના કિસિંગનો વીડિયો વાયરલ

અકોટામાં જાહેર રોડ પર વિદ્યાર્થીઓ વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ થતાં પોલીસે વાલીઓને પોલીસ મથકે બોલાવી માફી મંગાવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 14 Oct 2025 07:38 PM (IST)Updated: Tue, 14 Oct 2025 07:38 PM (IST)
vadodara-news-ms-university-commerce-faculty-student-kissing-video-goes-viral
HIGHLIGHTS
  • અગાઉ આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની અશ્લિલ હરકત
  • વીડિયો વાયરલ થતાં તપાસ માટે ડીને ડિસિપ્લિનરી કમિટીની રચના કરી

Vadodara: વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ. યુનિવર્સિટી છેલ્લા બે દિવસથી સતત વિવાદોમાં સપડાઈ રહી છે. ગઈકાલે આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી અને વિદ્યાર્થિની વચ્ચેનો કિસિંગ વીડિયો વાઇરલ થતાં ભારે ઉહાપોહ થયો હતો. જે બાદ હવે કોમર્સ ફેકલ્ટીનો જાહેરમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનો કિસિંગ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ બનાવને લઈને કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો. ડૉ. જયેશ પંડ્યાએ જણાવ્યું કે, વાયરલ વીડિયોની ગંભીરતા ધ્યાનમાં લઈને તાત્કાલિક ડિસિપ્લિનરી કમિટીની રચના કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ કડક કાર્યવાહી હાથ ધરાશે.

બીજી તરફ ગઈકાલની આર્ટ્સ ફેકલ્ટીની ઘટનાને લઈને ડીન કલ્પના ગવલીએ જણાવ્યું કે, આ ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. વિદ્યાધામની શિસ્ત જળવાય તે માટે કમિટીની રચના કરવામાં આવી છે અને આજે એક વિશેષ ડિસિપ્લિનરી કમિટીની પણ રચના થશે. છોકરાનો વીડિયો બ્લર હોવાને કારણે હજી સુધી ઓળખ થઈ નથી, પરંતુ ઓળખ થયા બાદ તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

ગુજરાતી જાગરણની ટીમ જ્યારે આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીમાં પહોંચી, ત્યારે ત્યાં અનેક જગ્યાએ CCTV કેમેરા લટકેલા જોવા મળ્યા, પરંતુ ઘણા કેમેરા બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓએ સુરક્ષાના અભાવે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમની ફરિયાદ મુજબ લાંબા સમયથી CCTV કામ ન કરતા હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.

અકોટામાં વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી, પોલીસે વાલીઓ પાસે માફી મંગાવી
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ ડી-માર્ટ સામે ખુલ્લી જગ્યામાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોના આધારે પોલીસે વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમના વાલીઓને પોલીસ મથકે બોલાવ્યા હતા. જ્યાં અકોટા પોલીસે વાલીઓને તેમના સંતાનોના વર્તન અંગે સમજાવીને ચેતવણી આપી હતી. વાલીઓએ પણ પોતાના સંતાનોની ભૂલ સ્વીકારીને માફી માંગી હતી.