Vadodara News: વડોદરામાં ફરી એકવાર પીવાના પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. ફતેપુરા વિસ્તારમાં ત્રણ રસ્તા પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયુ હતું. ત્રણથી ચાર ફૂટ ઉંચો ફૂવારો થતાં રસ્તો પાણી-પાણી થયો હતો.
એક તરફ વરસાદી સીઝન હોવાના કારણે વરસાદ વરસતા મનપાની પ્રિમોન્સુન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યાં તો બીજી તરફ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થતા ફરી એકવાર પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વ્યસ્ત રહેતા ફતેપુરા ત્રણ રસ્તા પાસે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ જોવા મળ્યો છે.
આજે ફતેપુરા વિસ્તાર ખાતે પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા 3 થી 4 ફૂટ સુધી ઉંચા ફુવારા ઉછળ્યા હતા. જેના કારણે માર્ગ પાણી-પાણી થઇ ગયા હતા. જેના પગલે અવર જવર કરતા નાગરિકોને ભારે પરેશાની વેઠવી પડી હતી. એક તરફ તો અનેક જગ્યાએ લોકો પીવાના શુદ્ધ પાણી માટે પણ વલખા મારી રહ્યા છે. અને ત્યાં બીજી જ તરફ આ રીતના પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જેના કારણે નાગરિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવામળી રહ્યો છે.
