Vadodara: વડોદરા ભાયલી દુષ્કર્મ કેસના તમામ આરોપીઓન રિમાન્ડ આજે પૂર્ણ થતાં તમામને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં વકીલો દ્વારા આરોપીઓ પર ઈન્ક એટેક કરવામાં આવશે તેવી માહિતી મળતા પોલીસે તમામ આરોપીઓને વાનમાંથી બહાર જ નહતા કાઢ્યા.
પોલીસને માહિતી મળી હતી કે, વકીલો આજે આરોપીઓ પર સહી નાખીને વિરોધ કરશે. જેની સામે પોલીસે આરોપીઓને વેનમાંથી બહાર જ ન કાઢ્યા. હુમલાના બીકે આરોપીઓને સીધા જ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા. બીજી તરફ પોલીસે કોર્ટમાં આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરી છે, ત્યારે હવે થોડી જ વારમાં ખબર પડશે કે આરોપીઓના વધુ રિમાન્ડ કે પછી જેલવાસ તે અંગેની સુનવણી થશે.
અગાઉ જ્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, ત્યારે રોષે ભરાયેલા વકીલો દ્વારા ટપલીદાવ કરવામાં આવ્યો હતો. આ સમયે કોર્ટ દ્વારા આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે આ વખતે પણ આરોપીઓ પર હુમલો થવાની બીકે પોલીસ તંત્ર સતર્ક જોવા મળ્યું હતુ.
