Vadodara: શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલ વુડા આવાસ યોજનામાં સબંધોને શર્મસાર કરે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં દાદાએ પોતાની જ 7 વર્ષીય પૌત્રીને શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે બાળકીની માતાએ પોતાના જ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
રાતના સમયે દાદા પૌત્રીને રૂમમાં લઈને અડપલા કરવા લાગ્યા
સોમા તળાવ વિસ્તારમાં આવેલ વુડા આવાસ યોજનામાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકીને ગઈકાલે રાતે તેના દાદા પોતાના રૂમમાં લઈ ગયા હતા. જ્યાં દાદાએ બાળકી સાથે અયોગ્ય રીતે સ્પર્શ કરીને શારીરિક અડપલા કર્યા હતા.
બાળકી દ્વારા આ બાબતે પરિવારના અન્ય સભ્યોને જાણ કરવામાં આવતા સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. આખરે બાળકીની માતાએ હિંમત દાખવીને કપુરાઈ પોલીસ મથકમાં પોતાના જ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે પુત્રવધુની ફરિયાદના આધારે સસરા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
