Vadodara Accident: વડોદરા શહેરમાં ચોમાસાના આગમન સાથે જ રસ્તાઓ પર અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મંગળવારે ફતેગંજ ઓવરબ્રિજ પર સર્જાયેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓએ વાહનચાલકોની સુરક્ષા અને ટ્રાફિક શિસ્ત પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ અકસ્માતોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહન અને મહારાષ્ટ્રની સરકારી બસના ચાલકોની બેદરકારીને કારણે એકસાથે 7 જેટલા વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા, જેને પગલે બ્રિજ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.
VMC ડમ્પરે ચાર વાહનોને ઠોકરે ચડાવ્યા, તો મહારાષ્ટ્રની બસે આગળ જતી કારો ટક્કર મારી
શહેરના વ્યસ્ત ગણાતા ફતેગંજ ઓવરબ્રિજ પર મંગળવારે વરસાદી વાતાવરણમાં વાહનોની અવરજવર ચાલુ હતી. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારે વાહનચાલકે ગંભીર બેદરકારી દાખવીને ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં તો બીજી બાજુ મહારાષ્ટ્રની સરકારી બસના ચાલકે પૂરપાટ ઝડપે બસ હંકારીને આગળ જઈ રહેલી ત્રણ કાર અને એક ટેમ્પાને ધડાકાભેર ટક્કર મારી દીધી હતી.
વરસાદના કારણે રોડ રસ્તા ભીના અને લપસણા હોવાથી વાહનો પર કાબૂ રાખવો મુશ્કેલ બન્યો હતો, પરંતુ ચાલકોની વધુ ઝડપ અને બેદરકારી આ અકસ્માતોનું મુખ્ય કારણ બની હતી.

ટક્કર બાદ કારોના આગળના ભાગનો કચ્ચરઘાણ, બ્રિજ પર ભારે ટ્રાફિકજામ
આ અકસ્માત એટલો જોરદાર હતો કે, કારોના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું અને બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ઓફિસ જવા નીકળેલા નાગરિકો અને અન્ય વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું હતું.

સદનસીબે, આ બંને ભયાનક અકસ્માતોમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નહોતી, જે એક મોટી રાહતની વાત છે. આ ઘટનાની જાણ થતા જ ફતેગંજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો અને ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.

આ ઘટનાએ ચોમાસા દરમિયાન વાહન ચલાવતા દરેક નાગરિક માટે એક ચેતવણી સમાન છે. જાહેર પરિવહનના વાહનો હોય કે ખાનગી, વધુ ઝડપ અને બેદરકારી હંમેશા જીવલેણ સાબિત થઈ શકે છે. શું તંત્ર આ બેદરકાર ડ્રાઇવરો સામે કોઈ કડક પગલાં લેશે કે પછી વાહનચાલકો પોતાની રીતે જ સુરક્ષાના નિયમોનું પાલન કરશે? શહેરીજનો હવે જવાબદાર તંત્ર પાસે આવી
