Vadodara News: વડોદરા શહેરમાં ખોટા દસ્તાવેજ બનાવી અશાંત ધારા વિસ્તારમાં ઘર ખરીદવાના મામલે કલેકટર સુધી ફરિયાદ પહોંચી હતી. જેની ફરિયાદના આધારે રાવપુરા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્રણ પૈકી એક આરોપી દેશ છોડી ફરાર થવાની ફિરાકમાં હતો જેને પણ પોલીસે સમય સૂચકતા વાપરી ઝડપી પાડ્યો છે.
ખોટા દસ્તાવેજ બનાવી અશાંત ધારા વિસ્તારમાં ઘર ખરીદવાના મામલે કલેકટરને ફરિયાદ મળી હતી. જેના બાદમાં સબ રજીસ્ટાર ઓફિસથી આ ફરિયાદ પોલીસને મોકલવામાં આવી હતી. રાવપુરા પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. જેમાં રાવપુરા પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ત્રણ પૈકી એક આરોપી દેશ છોડી ફરાર થવાની હતો ફિરાકમાં હતો. જેને લુક આઉટ નોટીસ દ્વારા પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે.
કોર્ટ દ્વારા પણ તમામ દસ્તાવેજો ખોટા ઠેરવવામાં આવ્યા હતા. જેથી ફરિયાદના આધારે પોલીસે ઈલિયાસ, સમીર અને શકીલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણેય આરોપીઓ પૈકી ઈલિયાસ શેખ સાઉદી અરેબિયામાં ભાગી જવાનો હતો. જેની પોલીસે સમય સૂચકતા વાપરી અગાઉથી જ લુક આઉટ નોટીસ ઇસ્યુ કરી ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ સરકારી કચેરીમાં કામ કરતા હતા. રાવપુરા પોલીસે જો કલેકટર કચેરીમાં પણ કોઈ સંડોવાયેલા હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંયધરી આપી છે.
