Vadodara News: વડોદરાના વાસણા વોર્ડ.11ની કચેરી સામે પાણીની લાઇનમાં ભંગાણ, પીવાલાયક પાણીનો વેડફાટ થતા રોષ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 24 Apr 2024 12:56 PM (IST)Updated: Wed, 24 Apr 2024 12:56 PM (IST)
vadodara-news-breach-of-water-line-in-near-vasana-ward-no-11-office

Vadodara News: વડોદરા શહેરમાં અનેક જગ્યાએ પાણીની તંગીના તાણીયા વચ્ચે ઠેકઠેકાણે પાણીની લાઈનમાં ભંગાણને કારણે લાખો લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. આવા જ દ્રશ્યો શહેરના વાસણા રોડના વોર્ડ નં.11ની કચેરી સામે સર્જાયા હતા. પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પીવાલાયક પાણીનો વેડફાટ થતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે.

વડોદરા શહેરના વાસણા રોડ પર વોર્ડ નં.11ની કચેરી સામે અસંખ્ય લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. રોડ પર પાણીનો એટલો બધો વેડફાટ થઇ રહ્યો હતો કે સમગ્ર રોડ પર જાણે કે વરસાદી સીઝન હોય તેમ પાણી જ પાણી જોવા મળ્યું હતું. વડોદરામાં એક તરફ પીવાલાયક પાણી નથી મળતું તો બીજી તરફ આ રીતે એક બાદ એક શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પીવા લાયક શુદ્ધ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

naidunia_image

ભરઉનાળે શહેરમાં પાણીની સ્થિતિ વિકટ બની છે. મોટાભાગના વિસ્તારોમાં લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણના નથી મળતું તેમજ ગંદુ પાણી આવતું હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. ત્યાં જ બીજી તરફ શહેરના અનેક હિસ્સાઓમાં પીવા લાયક પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. આ રીતે પીવા લાયક પાણીના વેડફાટ માટે જવાદાર કોણ ? એવો પ્રશ્ન ઉઠ્યો છે.