Vadodara: વાઘડિયા રોડ પર સ્નેચર ત્રિપુટીનો તરખાટ, યુવતીના ખભે લટકાવેલું પર ઝૂંટવી બાઈક પર રફૂચક્કર

યુવતી મિત્રો સાથે સંગમ હોટલમાં જમીને ગોલ્ડન ચોકડી તરફ આવતી હતી, ત્યારે બાઈકની પાછળ બેઠેલા ગઠિયાએ પર્સ ઝૂંટવી લીધું. યુવતીએ મિત્રો સાથે મળીને પીછો કર્યો, પરંતુ હાથ ના લાગ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 17 May 2025 04:50 PM (IST)Updated: Sat, 17 May 2025 04:50 PM (IST)
vadodara-news-bike-rider-snatch-purse-near-golden-chokadi
HIGHLIGHTS
  • પોલીસે સ્નેચર ત્રિપુટીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં

Vadodara: વડોદરા શહેરમાં તસ્કરો, અછોડા તોડ ગેંગ બેખોફ બની ધોળા દિવસે આંતક મચાવી રહી છે. શહેરના વાઘોડિયા રોડ પર રહેતી યુવતી મિત્ર સાથે ગોલ્ડન ચોકડી નજીક આવેલી હોટલમાં જમવા માટે ગઈ હતી. આ દરમિયાન બાઈક પર આવેલા ત્રણ ગઠીયા પૈકી એકે ગઠિયાએ યુવતીના ખભા પર લટકાવેલ પર્સ ઝૂંટવી લીધા બાદ ત્રણેય ગઠિયા બાઈક પર ભાગી ગયા હતા. જેથી યુવતીએ ત્રિપુટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સેફર રેસીડેન્સીમાં રહેતા હિરલબેન રાકેશભાઈ પટેલે તેમના દિકરા બ્રિજ પટેલ તથા મિત્ર ભાવિક મિસ્ત્રી સાથે ઘરેથી મોટર સાઈકલ ઉપર બેસી ગોલ્ડન ચોકડી પાસે આવેલી સંગમ હોટલમા જમવા માટે ગયા હતા. હોટલે જમીને પરત ગોલ્ડન ચોકડી તરફ આવતા હતા ત્યારે ક્રિષ્ના હોટલ પાસે મોટર સાયકલ ઉપર ત્રણ અજાણ્યા ઇસમો આવ્યા હતા. જેમણે હિરલબેનના ખભા ઉપર લટકાવેલું પર્સ જે પાછળ બેસેલ ગઠિયાએ ઝુટવી બાઇક ઉપર ભાગી ગયા હતા.

હિરલબેને અને તેમના મિત્રએ ગોલ્ડન ચોકડી થી હરણી રોડ ગદા સર્કલ સુધી ગઠિયાઓનો પીછો કર્યો હતો. પરંતુ અજાણ્યા ત્રણે ઇસમો પોતાની મોટર સાયકલ લઈને કંઈ બાજુ ભાગી ગયા હતા. જેથી હિરલબેન અજાણ્યા ગઠિયા ઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રિપુટીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.