Vadodara: VMCના નવા મ્યુનિ. કમિશનર તરીકે અરુણબાબુએ પદભાર સંભાળ્યો

નવા મ્યુનિસિપલ કમિશનરની હુંકાર, 'વિશ્વામિત્રીની બાકી રહેલી 60 ટકા કામગીરી ચોમાસા અગાઉ પૂરી કરવા ટીમ મક્કમ'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Apr 2025 04:37 PM (IST)Updated: Tue, 15 Apr 2025 04:37 PM (IST)
vadodara-news-arunbabu-took-charge-as-municipal-commissioner
HIGHLIGHTS
  • વડોદરાના ડેપ્યુટી કમિશનરને મહીસાગરના કલેક્ટર બનાવાયા

Vadodara: તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા 16 IAS અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની બદલી કમિશનર ઑફ હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. જ્યારે ડેપ્યુટી મ્યૂનિ. કમિશનર અર્પિત સાગરને મહીસાગર જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. બીજી તરફ અર્પિત સાગરની જગ્યાએ ગુજરાત મેડિકલ સર્વિસ કંપનીના એમ.ડી. ગંગાશ્રીને સ્થાનમાં આપવામાં આવ્યું હતુ.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલિન મ્યુનિ. કમિશનર દિલીપ રાણાની ગાંધીનગર ખાતે બદલી થતાં તેમના સ્થાને ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અરુણ મહેશ બાબુની નિમણૂંક થતાં આજે તેમણે વિધિવત રીતે મ્યુનિસિપલ કમિશનર તરીકે પદભાર સંભાળ્યો હતો. આ સમયે તેમને આવકારવા માટે કોર્પોરેશનના અધિકારીઓ તથા પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આજે વિધિવત રીતે પદભાર સંભાળતા જ નવ નિયુક્ત મ્યુનિ. કમિશનરે જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીની કામગીરી 40 ટકા પૂર્ણ થઈ ચૂકી છે. હવે બાકીની 60 ટકા કામગીરી આગામી ચોમાસા પહેલા પુરી કરવા માટે ટીમ સાથે મળીને કામગીરી કરવામાં આવશે.