Vadodara News: પાદરાના મુજપુર ગંભીરા બ્રિજ પરથી આણંદના યુવકનો મોતનો ભુસકો, બે દિવસ બાદ મળ્યો મૃતદેહ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sat, 10 Feb 2024 04:49 PM (IST)Updated: Sat, 10 Feb 2024 04:49 PM (IST)
vadodara-news-anands-youth-jump-to-death-from-mujpur-gambhira-bridge-in-padra-body-found-after-two-days

Vadodara News: આણંદ જિલ્લાના બાલુપુરા ગામના એક યુવકને ગામની એક યુવતી સાથે આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો અને એક વર્ષથી બંને એકબીજા ના પ્રેમમાં હતા જોકે યુવતીના પરિવારે યુવતીના લગ્ન તેના પ્રેમી સાથે કરવાની ના પાડતા પ્રેમી યુવકે ગત તા. 7 ફેબ્રુઆરીના રોજ પાદરા તાલુકાના મુજપુર ગામના ગંભીરા બ્રિજ પરથી મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હતું. તેનો મૃતદેહ બે દિવસ પછી આજે મળી આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના બાલુપુરા ગામના જુના રસ્તા ભાથુજી મંદિર પાસે રહેતા ઉમેશભાઈ ઠાકોરનો 21 વર્ષનો દીકરો મિતેશ ગામની એક યુવતી સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતો હતો. એક વર્ષના પ્રેમમાં પાગલ બંને પ્રેમી યુગલ વારંવાર મળતા મિતેશે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. તેથી યુવતીના પરિવારને જઇને મળ્યો હતો.

આ યુવતીના પરિવારે યુવતીના લગ્ન તેની સાથે કરવાની ના પાડી હતી તેથી મિતેશને લાગી આવ્યું હતું અને ગત સાતમી તારીખે ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. મિતેશ પાદરા તાલુકાના મુજપુર ગામના ગંભીરા બ્રિજ પર પહોંચ્યો હતો. અને પ્રેમિકા વગર જીવી નહી શકાય તેમ માની મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હતું. મિતેશ ઘરે નહીં આવતા તેના પરિવારજનો એ શોધખોળ શરુ કરી હતી. દરમિયાન મિતેશનો મૃતદેહ બે દિવસ પછી મળી આવ્યો હતો. પાદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.