Vadodara: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચને લઈને વડોદરામાં ક્રિકેટ ફીવર, માત્ર 16 મિનિટમાં જ 25 હજાર ટિકિટ ચપોચપ વેચાઈ ગઈ

આંતરરાષ્ટ્રીય મેચ માટે ટિકિટના દરો અને બેઠક વ્યવસ્થા વિવિધ કેટેગરીમાં રાખવામાં આવી છે, જેથી દરેક વર્ગના ક્રિકેટપ્રેમીઓ પોતાની ક્ષમતા મુજબ મેચનો આનંદ લઈ શકે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Jan 2026 06:35 PM (IST)Updated: Thu, 01 Jan 2026 06:35 PM (IST)
vadodara-news-25-thousand-tickets-sold-out-in-just-16-minutes-for-india-vs-new-zealand-match
HIGHLIGHTS
  • 11 વર્ષના વિરામ બાદ વડોદરામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ રમાશે
  • 11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં ભારતની ટીમ કિવિ સામે ટકરાશે

Vadodara: 11 વર્ષના લાંબા વિરામ બાદ વડોદરામાં ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાવાની હોવાથી શહેરમાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે શ્રેણીની એક મહત્વપૂર્ણ મેચ આગામી 11 જાન્યુઆરીના રોજ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચને લઈને આજે ઓનલાઈન ટિકિટ વેચાણ શરૂ થતાં જ ભવ્ય પ્રતિસાદ મળ્યો છે.

ટિકિટ વેચાણ શરૂ થયાના માત્ર 16 મિનિટમાં જ 1000, 2000, 5000 અને 7500 રૂપિયાની કેટેગરીની કુલ અંદાજે 25 હજાર ટિકિટો વેચાઈ જતાં આયોજકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટિકિટ માટે દર્શકોમાં ભારે માંગ જોવા મળી, જેના કારણે ઓનલાઈન બુકિંગ પ્લેટફોર્મ પર થોડી જ વારમાં લોગિન અને બુકિંગ માટે લાઈનો લાગી ગઈ હતી. આ દ્રશ્યએ સાબિત કરી દીધું છે કે વડોદરામાં ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો આજે પણ યથાવત છે.

આંતરરાષ્ટ્રીય મેચ માટે ટિકિટના દરો અને બેઠક વ્યવસ્થા વિવિધ કેટેગરીમાં રાખવામાં આવી છે, જેથી દરેક વર્ગના ક્રિકેટપ્રેમીઓ પોતાની ક્ષમતા મુજબ મેચનો આનંદ લઈ શકે. સામાન્ય દર્શકોથી લઈને પ્રીમિયમ સીટ પસંદ કરનારા દર્શકો સુધી સૌ કોઈમાં મેચ જોવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

naidunia_image

વડોદરાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નકશા પર સ્થાન મળતાં શહેરના રમતપ્રેમીઓમાં ખાસ ઉમંગ છવાયો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ હંમેશા રોમાંચક રહી છે અને બંને ટીમોમાં વિશ્વસ્તરીય ખેલાડીઓ હોવાના કારણે દર્શકોને ઉચ્ચ સ્તરની ક્રિકેટ જોવા મળશે તેવી અપેક્ષા છે. ખાસ કરીને વડોદરાના ક્રિકેટપ્રેમીઓ માટે આ મેચ યાદગાર બનવાની છે, કારણ કે 11 વર્ષ પછી શહેરમાં ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ગુંજ સંભળાશે.

આ મેચ માત્ર રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ વડોદરાની ઓળખ અને ગૌરવ સાથે પણ જોડાયેલી છે. ટિકિટ વેચાણને મળેલા ઐતિહાસિક પ્રતિસાદથી સ્પષ્ટ થાય છે કે કોટંબી સ્ટેડિયમ અને વડોદરા શહેર ફરી એકવાર ક્રિકેટપ્રેમીઓના કેન્દ્રમાં આવવા તૈયાર છે.