Vadodara: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં હાલોલ–વડોદરા મુખ્ય માર્ગ પર આવેલી રિલીઝ હોટલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક મોટર સાયકલ ચાલકને ઇકો કારએ જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક સહિત 9 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, નાયક હરસિંગભાઈ પોતાની બાઈક પર વાઘોડિયા તાલુકાના જરોદ ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન હાલોલ તરફથી પુરપાટ ગતિએ આવતી ઈકો કારે તેમના બાઈકને ટક્કર મારીને ઉલાળ્યું હતુ. આ અકસ્માતમાં હરસિંગભાઈ અને 9 વર્ષની બાળકી રક્ષા ફૂટબોલની માફક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજા પહોંચતા બન્નેના મોત નીપજ્યા છે.
આ પણ વાંચો
આ ઘટનાના પગલે અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ હતા. આ ઘટનાની જાણ થતાં જરોદ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે પંચનામું કરીને બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
