Vadodara Crime News: વડોદરા શહેરમાં એક પરિણીત યુવકે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ રીતે પરિચયમાં આવેલી મુસ્લિમ યુવતીને લગ્નના વચન આપી, તેનું શારીરિક શોષણ કરનાર આરોપી સુનિલ મહિડાની ગોત્રી પોલીસ સ્ટેશનનીટીમે ધરપકડ કરી છે. પોલીસે આરોપીને અદાલતમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
મળતી વિગતો અનુસાર, આરોપી સુનિલ મહિડા અને પીડિત યુવતીનો પરિચય એક માર્ગ અકસ્માત દરમિયાન થયો હતો. તે સમયે બંને વચ્ચે વાતચીત શરૂ થતા મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. ત્યારબાદ આરોપીએ પોતે પરિણીત હોવાની વાત છુપાવી અથવા યુવતીને પ્રેમજાળમાં ફસાવીલગ્ન કરવાનું વચન આપ્યું હતું. લગ્નની લાલચ આપીને આરોપી યુવતીને અલગ-અલગ હોટલમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આ શારીરિક શોષણ દરમિયાન યુવતી બે વાર ગર્ભવતી બની હતી. જોકે, આરોપીએ યુવતીને લગ્નનું આશ્વાસન આપીને બંને વખતે તેનો ગર્ભપાત કરાવી દીધો હતો. ગર્ભપાત કરાવ્યા બાદ પણ આરોપીએ યુવતીને પોતાની સાથે રાખવાના ખોટા વચનો આપ્યા હતા. પરંતુ, યુવતીએ તેની સાથે વિવાહ કરવા માટે જીદ કરી, ત્યારે આરોપીએઅસલી રંગ બતાવતા લગ્ન કરવાનો સાફ ઈનકાર કરી દીધો અને યુવતીને રઝળતી મૂકીને તરછોડી દીધી હતી.
પોતાની સાથે થયેલી છેતરપિંડી અને શારીરિક શોષણ અંગે પીડિતાએ હિંમત દર્શાવી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે ગુનો દાખલ કરી ત્વરિત કાર્યવાહી કરતા આરોપી સુનિલ મહિડાની અટકાયત કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હાલ હોટેલોના રેકોર્ડ અને અન્ય પુરાવા એકત્રિત કરી આગળની કાનૂની તપાસ ચલાવી રહી છે.
