વડોદરા મનપામાં 'મહિલા રાજ': કેબિન ચલાવતા ગીતાબેન મકવાણા બન્યા શહેરના નવા મેયર

ડોદરા મહાનગરપાલિકામાં 'મહિલા રાજ'ની સ્થાપના. જાણો કેવી રીતે એક નાનકડી કેબિન ચલાવતા ગીતાબેન મકવાણા વડોદરાના નવા મેયર બન્યા અને પાયાના કાર્યકરની કદર થઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 28 May 2026 11:26 AM (IST)Updated: Thu, 28 May 2026 11:45 AM (IST)
vadodara-municipal-corporation-geeta-makwana-new-mayor-aditya-patel-deputy-mayor

Vadodara Mayor: ચૂંટણી પરિણામોના લગભગ એક મહિના બાદ જેની કાગડોળે રાહ જોવાતી હતી, તે વડોદરા મહાનગરપાલિકા (VMC) ના નવા પદાધિકારીઓના નામ પરથી આખરે સસ્પેન્સનો અંત આવ્યો છે. પ્રદેશ ભાજપ તરફથી આવેલા બંધ પરબિડીયાના મેન્ડેડ બાદ તમામ અગ્રણી હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતની વરણીમાં ભાજપ હાઈકમાન્ડે ચોંકાવનારો નિર્ણય લઈને વડોદરા મનપામાં 'મહિલા રાજ' સ્થાપિત કર્યું છે.

naidunia_image

વડોદરા મનપામાં નારી શક્તિને પ્રાધાન્ય

શહેરના પાંચ મુખ્ય હોદ્દેદારો પૈકી ૩ હોદ્દા પર મહિલાઓની પસંદગી કરીને નારી શક્તિને મોટું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વડોદરાના નવા મેયર તરીકે વોર્ડ નંબર ૧૩ ના મહિલા કોર્પોરેટર ગીતાબેન મકવાણાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ, સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) ના ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા તરીકે શ્વેતાબેન માછી અને દંડક તરીકે વિજય ચૌહાણના નામ પર મહોર મારવામાં આવી છે.

naidunia_image

કેબિનથી મેયરની ખુરશી સુધીની ભાવુક સફર

આ સમગ્ર જાહેરાતમાં સૌથી વધુ આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર નવા મેયર ગીતાબેન મકવાણા બન્યા છે. અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા ગીતાબેન પોતાના ઘરની બહાર એક નાનકડી કેબિન ચલાવીને પરચુરણ ચીજવસ્તુઓ વેચે છે. એક સામાન્ય કેબિન ચલાવતા મહિલાને સીધા જ વડોદરા શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર જેવું સર્વોચ્ચ પદ સોંપીને પક્ષે પાયાના કાર્યકરોની કદર કરવાનો મોટો સંદેશ આપ્યો છે.

naidunia_image

ગઈકાલ સુધી સામાન્ય કેબિનમાં બેસતા ગીતાબેન મકવાણા હવે પાલિકાની ભવ્ય મેયરની કેબિનમાં બેસીને વડોદરાના વિકાસ કાર્યોનો પદભાર સંભાળશે. આ જાહેરાત બાદ તેમના પરિવાર અને સમર્થકોમાં ભારે ખુશી અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાના ઇતિહાસમાં નારી સશક્તિકરણનું આ એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ સાબિત થશે.

naidunia_image

સ્થાયી સમિતિના 12 સભ્યો

  1. વર્ષાબેન વ્યાસ
  2. ⁠મનોજ શાહ
  3. ⁠ભૂપેન્દ્ર માછી
  4. ⁠પરેશ બ્રહ્મભટ્ટ
  5. ⁠ભાણજી પટેલ
  6. ⁠ભૂરસિંગ રાઠવા
  7. ⁠રીટાબેન આચાર્ય
  8. ⁠નરવિરસિંહ ચુડાસમા
  9. ⁠નીતિન દોંગા
  10. ⁠રીટા સિંઘ
  11. ⁠નિમિષાબેન પંચાલ
  12. ⁠દીપિકાબેન પટ્ટણી
naidunia_image