વડોદરાના માંડવી રોડ પર જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી: ઘટના કેમેરામાં કેદ, પોલીસ કાફલો દોડી આવ્યો

વડોદરાના માંડવી રોડ પર જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ઘટનાના CCTV સામે આવતા પોલીસે તપાસ તેજ કરી છે અને આરોપીઓની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 28 Sep 2026 10:16 AM (IST)Updated: Mon, 28 Sep 2026 10:16 AM (IST)
vadodara-mandvi-road-old-rivalry-fight-between-two-groups-cctv-police-action

Vadodara Crime News: સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક અને ગીચ વસતિ ધરાવતા માંડવી રોડ વિસ્તારમાં મોડી સાંજે જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે સામસામે હિંસક મારામારીની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલ ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં બંને પક્ષના લોકોએ એકબીજા પર હુમલો કર્યો હતો।

અંગત અદાવતમાં મારામારી

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, માંડવી રોડ પર લાંબા સમયથી ચાલી આવતી જૂની અંગત અદાવતને લીધે બે જૂથના સભ્યો સામસામે આવી ગયા હતા. વાતાવરણ તંગ બનતા જ બંને બાજુથી તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે સામસામે પ્રહારો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર હિંસક ઘટનાના દ્રશ્યો નજીકમાં લાગેલા કેમેરામાં આબેહૂબ કેદ થઈ ગયા છે, જેમાં સ્પષ્ટપણે મારામારી અને અફરાતફરીનો માહોલ જોઈ શકાય છે.

પોલીસની ટીમ દોડી આવી

જાહેર રોડ પર થયેલી આ હિંસક ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો અને થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાયો હતો. બનાવની જાણ થતાં જ સીટી પોલીસ સ્ટેશન તેમજ વાડી પોલીસ સ્ટેશનનો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ઘટનાના સીસીટીવી સામે આવ્યા

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તુરંત જ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી હતી. પોલીસે સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્ર કરવાની સાથે સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે તપાસ તેજ કરી

પોલીસના જણાવ્યા અનુસાર, મારામારી પાછળનું ચોક્કસ કારણ શું હતું, કઈ જૂની અદાવતમાં આ ઘટના આકાર પામી તેમજ આ અસામાજિક તત્વો કોણ હતા તે તમામ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે મારામારીમાં સંડોવાયેલા શખ્સોની ઓળખ સનિશ્ચિત કરી તેમની અટકાયત કરવાની કાર્યવાહી વાડી અને સીટી પોલીસ દ્વારા હાલ તેજ કરવામાં આવી છે.