દિવાળીની રજાઓમાં સયાજીનગરીનું કમાટીબાગ સૈલાણીઓથી ઊભરાયું: સામાન્ય દિવસો કરતાં 4 ગણા પ્રવાસીઓ ઉમટી પડ્યા

દિવાળીના આ ઉત્સવના દિવસોમાં કમાટીબાગમાં સામાન્ય દિવસોની સરખામણીએ 4 ગણી વધુ જનમેદની જોવા મળી હતી અને બાગના તમામ આકર્ષણો પર લોકોની ભારે ભીડ જામી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 11 Nov 2026 02:14 PM (IST)Updated: Wed, 11 Nov 2026 02:14 PM (IST)
vadodara-kamati-baug-diwali-vacations-tourist-rush-4-times-visitors
વડોદરા કમાટી બાગ

Vadodara Kamati Baug: દિવાળીના પાવન પર્વ અને મિની વેકેશનની રજાઓ માણવા માટે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ઐતિહાસિક સયાજીબાગ (કમાટીબાગ) સ્થાનિકો અને પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું છે. તહેવારોની રજાઓ દરમિયાન માત્ર સયાજીનગરી વડોદરાના નાગરિકો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના વિવિધ ખૂણેથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ પોતાના પરિવાર અને સ્નેહીજનો સાથે પીકનીકની મજા માણવા અહીં પહોંચી રહ્યા છે. દિવાળીના આ ઉત્સવના દિવસોમાં કમાટીબાગમાં સામાન્ય દિવસોની સરખામણીએ 4 ગણી વધુ જનમેદની જોવા મળી હતી અને બાગના તમામ આકર્ષણો પર લોકોની ભારે ભીડ જામી હતી.

naidunia_image

જ્ઞાન, વિજ્ઞાન અને મનોરંજનનો અનોખો સુમેળ

કમાટીબાગ તેના મનોહર હરિયાળા અને કુદરતી વાતાવરણની સાથે દરેક ઉંમરના લોકો માટે મનોરંજનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. અહીં એક જ સ્થળે જ્ઞાન, વિજ્ઞાન, ગમ્મત અને પ્રકૃતિનો અદ્ભુત સુમેળ જોવા મળે છે. ખાસ કરીને નાના બાળકોથી લઈને મોટેરાઓ માટે લોકપ્રિય એવી જોય ટ્રેનની સવારી, દેશ-વિદેશના ઐતિહાસિક વારસાને સમજી શકાય તેવું મ્યુઝિયમ, પક્ષીઘર, વિશાળ એક્વેરિયમ તેમજ પ્રેરણાદાયી સંકલ્પ ભૂમિ લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બાગના વિશાળ હરિયાળા મેદાનોમાં પરિવારો શાંતિથી બેસીને પીકનીકની મજા માણી રહ્યા છે.

naidunia_image

ઓછા ખર્ચે મધ્યમ વર્ગ માટે શ્રેષ્ઠ મનોરંજન

આજના મોંઘવારીના યુગમાં ખૂબ જ ઓછા ખર્ચે ભરપૂર મનોરંજન મેળવવા માટે કમાટીબાગ એક આદર્શ વિકલ્પ સાબિત થયો છે. અત્યંત વ્યાજબી દરોમાં તમામ આકર્ષણોની ટિકિટો ઉપલબ્ધ હોવાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પોતાના સમગ્ર પરિવાર સાથે આનંદની પળો માણી રહ્યા છે. સૈલાણીઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશન તંત્ર દ્વારા સ્વચ્છતા, સુરક્ષા અને સુવિધાઓ માટે ખાસ વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના કારણે કમાટીબાગ આ સમગ્ર વેકેશનમાં પ્રવાસીઓથી સતત ધમધમી રહ્યું છે.