વડોદરામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ: શિનોરમાં 6 ઇંચ અને ડભોઈમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, શહેરમાં પાણી ભરાયા

વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. શિનોરમાં 6 ઇંચ, ડભોઈમાં 5.16 ઇંચ અને વડોદરા શહેરમાં 3.36 ઇંચ વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 01 Aug 2026 12:53 PM (IST)Updated: Sat, 01 Aug 2026 12:53 PM (IST)
vadodara-heavy-rain-shinor-6-inch-dabhoi-5-inch-vadodara-city-waterlogging-1-august-2026

Vadodara Rainfall Report: વડોદરા શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લાના તમામ તાલુકાઓમાં નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

શિનોર તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો

જિલ્લામાં સૌથી વધુ વરસાદ શિનોર તાલુકામાં નોંધાયો છે, જ્યાં આકાશી આફતરૂપે 6 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત ડભોઈ તાલુકામાં પણ 5.16 ઇંચ વરસાદ વરસતાં ખેતરો અને રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા હતા.

naidunia_image

અન્ય તાલુકાઓની વરસાદની સ્થિતિ

ડેસર તાલુકામાં પણ 4 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જ્યારે વાઘોડિયા તાલુકામાં 3.37 ઇંચ અને વડોદરા શહેરમાં 3.36 ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

 naidunia_image

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, સાવલીમાં 2.76 ઇંચ, કરજણમાં 2.64 ઇંચ અને પાદરા તાલુકામાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, સમગ્ર જિલ્લામાં 2 થી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ

સાર્વત્રિક વરસાદને પગલે નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને પાકને નવું જીવનદાન મળ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

naidunia_image