વડોદરાવાસીઓ માટે દિવાળી અને છઠ પૂજામાં રાહતદાયક સમાચાર, રેલવેએ ઉત્તર અને દક્ષિણ ભારત માટે 5 સ્પેશિયલ ટ્રેનની કરી જાહેરાત

દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોની ભીડને પહોંચી વળવા વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝને 5 ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ગોરખપુર, મઉ, લાલકુઆં અને કોલકાતા જતી ટ્રેનનું પૂરૂ શિડ્યૂલ અહીં તપાસો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 16 Oct 2026 02:22 AM (IST)Updated: Fri, 16 Oct 2026 02:28 AM (IST)
vadodara-diwali-chhath-puja-5-special-trains-announced

Diwali Special Train 2026: તહેવારોના સમયે ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવવી દર વર્ષે એક પડકાર બની જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે એક મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને વડોદરા અને પ્રતાપનગર સ્ટેશનથી દેશના અલગ-અલગ વિસ્તારો માટે કુલ 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

આ વિશેષ સેવાઓ ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ભારતના મુખ્ય શહેરોને સાંકળશે. જો તમે પણ આ તહેવારોમાં વતન જવાનું આયોજન કરી રહ્યા છો, તો ટ્રેનોનો આ સંપૂર્ણ વિગતવાર રૂટ અને સમયપત્રક તમારા કામનું છે-

વડોદરા–ગોરખપુર સાપ્તાહિક સ્પેશિયલ (ટ્રેન નંબર: 09111/09112)

ઉપડવાનો સમય: વડોદરાથી દર સોમવારે સાંજે 7:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11:30 વાગ્યે ગોરખપુર પહોંચશે (23 નવેમ્બર સુધી).

રિટર્ન રૂટ: ગોરખપુરથી દર બુધવારે સવારે 5:00 વાગ્યે નીકળી બીજા દિવસે સવારે 8:35 વાગ્યે વડોદરા પહોંચશે (25 નવેમ્બર સુધી).

મુખ્ય સ્ટેશનો: ગોધરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ભરતપુર, કાનપુર, ઐશબાગ અને ગોંડા.

પ્રતાપનગર–મઉ સુપરફાસ્ટ સ્પેશિયલ (ટ્રેન નંબર: 09195/09196)

ઉપડવાનો સમય: પ્રતાપનગરથી દર શનિવારે સાંજે 4:00 વાગ્યે રવાના થઈ બીજા દિવસે સાંજે 6:00 વાગ્યે મઉ પહોંચશે (28 નવેમ્બર સુધી).

રિટર્ન રૂટ: મઉથી દર રવિવારે રાત્રે 11:25 વાગ્યે ઉપડી મંગળવારે પરોઢિયે 3:15 વાગ્યે પ્રતાપનગર આવશે.

મુખ્ય સ્ટેશનો: વડોદરા, દાહોદ, કોટા, આગ્રા કેન્ટ, ઇટાવા, પ્રયાગરાજ, બનારસ અને વારાણસી.

પ્રતાપનગર–લાલકુઆં સુપરફાસ્ટ સ્પેશિયલ (ટ્રેન નંબર: 09119/09120)

ઉપડવાનો સમય: પ્રતાપનગરથી દર રવિવારે સાંજે 5:00 વાગ્યે નીકળી બીજા દિવસે બપોરે 12:45 વાગ્યે લાલકુઆં પહોંચશે (29 નવેમ્બર સુધી).

રિટર્ન રૂટ: લાલકુઆંથી દર સોમવારે બપોરે 3:50 વાગ્યે રવાના થઈ બીજા દિવસે સવારે 11:30 વાગ્યે પરત ફરશે.

મુખ્ય સ્ટેશનો: મથુરા જંક્શન, કાસગંજ, બરેલી અને કિચ્છા.

ચાર્લાપલ્લી–પ્રતાપનગર સાપ્તાહિક સ્પેશિયલ (ટ્રેન નંબર: 07087/07088)

ઉપડવાનો સમય: પ્રતાપનગરથી દર રવિવારે રાત્રે 7:50 વાગ્યે ઉપડી બીજા દિવસે રાત્રે 8:30 વાગ્યે ચાર્લાપલ્લી પહોંચશે (ઓક્ટોબર અને નવેમ્બરની નિર્ધારિત તારીખોએ).

રિટર્ન રૂટ: ચાર્લાપલ્લીથી દર શનિવારે સાંજે 4:00 વાગ્યે રવાના થઈ બીજા દિવસે સાંજે 5:50 વાગ્યે પ્રતાપનગર આવશે.

મુખ્ય સ્ટેશનો: સુરત, વલસાડ, વસઈ રોડ, પુણે, સોલાપુર અને સિકંદરાબાદ.

પ્રતાપનગર–કોલકાતા સાપ્તાહિક સ્પેશિયલ (ટ્રેન નંબર: 03110/03109)

ઉપડવાનો સમય: પ્રતાપનગરથી દર ગુરુવારે સાંજે 4:15 વાગ્યે રવાના થઈ શનિવારે બપોરે 12:05 વાગ્યે કોલકાતા પહોંચશે (26 નવેમ્બર સુધી).

રિટર્ન રૂટ: કોલકાતાથી દર મંગળવારે સવારે 8:00 વાગ્યે નીકળી બીજા દિવસે રાત્રે 11:40 વાગ્યે પ્રતાપનગર પહોંચશે.

મુખ્ય સ્ટેશનો: રતલામ, આસાનસોલ, દુર્ગાપુર અને વર્ધમાન.

રેલવે વિભાગના જણાવ્યા મુજબ આ તમામ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા ધોરણે દોડાવવામાં આવી રહી છે. મુસાફરો આ ટ્રેનોનું બુકિંગ IRCTCની વેબસાઈટ અથવા રેલવે ટિકિટ બારી પરથી કરી શકશે.