વડોદરામાં પ્રેમાંધ યુવતીની કરતૂતઃ બૉયફ્રેન્ડના ખર્ચા પુરા કરવા માટે મોટા બાપાના ઘરે હાથફેરો કર્યો, ચોરીના મુદ્દામાલ સાથે પ્રેમી યુગલની ધરપકડ

વડોદરામાં એક યુવતીએ પ્રેમીના ખર્ચા પૂરા કરવા મોટા પપ્પાના ઘરેથી રૂ. 5.15 લાખના દાગીના ચોર્યા. ગોરવા પોલીસે યુવતી શ્રેયા સિંહ અને તેના બૉયફ્રેન્ડ દીપક વસાવાની ધરપકડ કરી, ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 03 Sep 2026 07:21 PM (IST)Updated: Thu, 03 Sep 2026 07:21 PM (IST)
vadodara-crime-news-girlfriend-and-boyfriend-arrested-for-rs-515-lakh-theft-in-family-home

Vadodara Crime News: વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ પ્રેમી પાછળ થતાં ખર્ચાને પહોંચી વળવા માટે સગા મોટા પપ્પાના ઘરે હાથ ફેરો કર્યો હતો. આ મામલે ગોરવા પોલીસે યુવતી અને તેના બૉયફ્રેન્ડની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શ્રેયા સિંહ નામની યુવતી ગોરવા વિસ્તારમાં પોતાના મોટા પપ્પાના ઘરે રહેતી હતી. ગત 16 જૂનથી 26 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ઘરની તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના ગાયબ થવા લાગ્યા હતા. આ મામલે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં 3 મહિનાના સમયગાળામાં 101 ગ્રામ સોનાના દાગીના અને 20 ગ્રામ ચાંદીની પાયલ સહિત કુલ રૂ. 5.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરાયો હતો. પરિવારજનોએ ઘરમાં રહેતી શ્રેયાસિંહ પર જ શંકા વ્યક્ત કરી હતી.

આથી પોલીસે તપાસ હાથ ધરતા શ્રેયાસિંહે પોતાના બૉયફ્રેન્ડ દીપક વસાવા સાથે મળીને ચોરીનો આખો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતુ. પોતાના પ્રેમી પાછળ થતાં ખર્ચાને પહોંચી વળવા માટે શ્રેયાસિંહે મોટા પપ્પાના ઘરમાંથી ચોરેલા સોના-ચાંદીના દાગીના ગીરવે મૂક્યા હતા.

આ મામલે પોલીસ શ્રેયાસિંહ અને તેના બૉયફ્રેન્ડ દીપક વસાવાની ધરપકડ કરીને ચોરીનો 100 ટકા મુદ્દામાલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.