Vadodara News: દારૂની મહેફિલનો વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો, વડોદરામાં પોલીસે ચારની ધરપકડ કરી

મજા લે રહે હૈ મજા લે રહે હૈ ફુલ એન્જોય...જેવા શબ્દો ઉચ્ચારી દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ કર્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 27 Mar 2025 02:52 PM (IST)Updated: Thu, 27 Mar 2025 02:52 PM (IST)
vadodara-alcohol-party-video-goes-viral-four-arrested
HIGHLIGHTS
  • વીડિયોના બાપોદ પોલીસના ધ્યાને આવ્યો હતો

Vadodara News: વડોદરામાં દારૂના શોખીનો દ્ધારા ઘરમાં દારૂ પાર્ટીનું આયોજન કરી દારૂની મહેફિલ માણતો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયો ફરતો થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વીડિયોના આધારે પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારમાં આવેલ પીળા વુડાના મકાનમા સીકલીગરો દ્વારા દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચાર મિત્રોએ દારૂની મહેફિલ માણતો વીડિયો બનાવ્યો હતો જે વીડીયોમા મજા લે રહે હૈ મજા લે રહે હૈ ફુલ એન્જોય…જેવા શબ્દો ઉચ્ચારી વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ કર્યો હતો. જે વીડિયોના બાપોદ પોલીસના ધ્યાને આવ્યો હતો. પોલીસે વાયરલ વીડિયોમાં દારૂની મહેફિલ માણતા દેખાતા ચારે મિત્રોની ગણતરીના કલાકોમા ધરપકડ કરી હતી.

મજા લે રહે હૈ મજા લે રહે હૈ ફુલ એન્જોય… જેવા શબ્દો ઉચ્ચારી દારૂની બોટલ સાથે વીડિયો બનાવી વાયરલ કરનાર કાલુસિંગ દુધાણી, રવિસિંગ દુધાણી, શમશેરસિંગ દુધાણી, મહેંદ્રસિંગ બાવરીની બાપોદ પોલીસે ધરપકડ કરી હતી. ચારે ઈસમો વિરુદ્ધ પ્રોહી એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.