Vadodara: સાવલીના બેઠક મંદિર નજીક પુરપાટ દોડતા હાઈવા ટ્રકે રિક્ષાને ઉડાવી, એક પેસેન્જરનું મોત; 3ની હાલત નાજુક

ટ્રકની ટક્કરથી રિક્ષાનો કચ્ચરઘાણ. અકસ્માતના પગલે સાવલી-મુવાલ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ. આખરે ક્રેઈનની મદદથી અકસ્માત ગ્રસ્ત વાહનોને સાઈડમાં હટાવીને રસ્તો ખુલ્લો મૂકાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 23 May 2026 07:21 PM (IST)Updated: Sat, 23 May 2026 07:21 PM (IST)
vadodara-accident-news-1-killed-and-3-injurde-in-truck-collied-with-auto-rickshaw
HIGHLIGHTS
  • અકસ્માત સર્જ્યા બાદ ટ્રકનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર

Vadodara Accident: વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સાવલી-મુવાલ રોડ પર આવેલા પવિત્ર બેઠક મંદિર પાસે એક પુરપાટ ગતિએ આવી રહેલા હાઇવા ટ્રકે પેસેન્જર રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક પેસેન્જરનું મોત નીપજ્યું છે, જ્યારે 3ની હાલત ગંભીર હોવાનું માલૂમ પડ્યું છે.

ટ્રકની ટક્કરથી રિક્ષાનો કચ્ચરઘાણ, પતરાં ચીરીને ફસાયેલા પેસેન્જરને બહાર કાઢ્યા

હાઈવા ટ્રકની પ્રચંડ ટક્કરનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિકો તેમજ અન્ય વાહન ચાલકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ટ્રકની ટક્કરથી રિક્ષાનું પડીકું વળી ગયું હતુ. જેથી સ્થાનિકોએ રિક્ષાના પતરાંમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.

બીજી તર આ ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ મથક અને 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં એક પેસેન્જરનું ઘટના સ્થળે મોત થયાનું જાહેર કર્યું હતુ. જ્યારે અન્ય 3 મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, અકસ્માત સર્જ્યા બાદ હાઈવા ટ્રકનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને ભાગી છૂટ્યો હતો. જેના પગલે વ્યસ્ત ગણાતા સાવલી-મુવાલ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આખરે પોલીસે ક્રેઈનની મદદથી અકસ્માત ગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

હાલ તો સાવલી પોલીસે મૃતકના શવને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માદ સર્જીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાકલને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.