Vadodara: મકરપુરામાં યુવતીના આપઘાતની ધ્રુજાવી દેતી ઘટના CCTVમાં કેદ, હવેલી રેસકોમ એપાર્ટમેન્ટ પરથી પડતું મૂકી મોત માંગ્યું

ધડામ કરતો અવાજ આવતા એપાર્ટમેન્ટના રહીશો દોડી આવ્યા હતા, જ્યાં કૉમન પેસેજમાં યુવતીને ચત્તીપાડ પડેલી જોઈને તાત્કાલિક 108 અને પોલીસને બોલાવવામાં આવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Feb 2026 06:31 PM (IST)Updated: Wed, 04 Feb 2026 06:31 PM (IST)
vadodara-20-year-old-woman-dies-by-suicide-after-jumping-from-apartment-terrace
HIGHLIGHTS
  • મૃતક યુવતી ધો.10 સુધી ભણ્યા બાદ ઘરે જ રહેતી હતી
  • આપઘાતનું કારણ અકબંધ, પોલીસે પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ કરી

Vadodara: વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં 20 વર્ષીય યુવતીએ એપાર્ટેન્ટના ધાબા પરથી પડતુ મૂકીને આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મકરપુરા વિસ્તારના હવેલી રેસકોમ એપાર્ટમેન્ટમાં રહેતી ભૂમિ ભદાણી નામની 20 વર્ષીય યુવતીએ ગત 31 જાન્યુઆરીના રોજ ધાબા પરથી પડતું મૂક્યું હતુ. જેના કારણે જોરદાર અવાજ આવતા સોસાયટીના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા.

જ્યાં તપાસ કરતાં એપાર્ટમેન્ટના ખુલ્લા પેસેજમાં ભૂમિ ઊંધી થઈને પડેલી હતી. આથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમ દ્વારા યુવતીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

બીજી તરફ આ બાબતની જાણ થતાં મકરપુરા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ તો યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી છે.

હજુ સુધી યુવતીએ ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. હાલ તો પોલીસ દ્વારા યુવતીના આપઘાતનું કારણ જાણવા માટે તેના પરિવારજનો, મિત્રો અને પાડોશીઓની પૂછપરછ કરવાવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક ભૂમિએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યાં બાદ ઘરે જ રહેતી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ પોલીસને હાથ લાગ્યા છે. જેના આધારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની કડી જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.