વડોદરા ગરબા વિવાદ: યુનાઈટેડ વે ગરબામાં સ્કેનિંગ વિભાગમાં નકલી ID સાથે કામ કરતો વિધર્મી યુવક ઝડપાયો

વડોદરાના યુનાઈટેડ વે ગરબામાં સુરક્ષાની મોટી ચૂક સામે આવી છે. સ્કેનિંગ વિભાગમાં 'આયુષ પટેલ'ના નકલી ID કાર્ડ સાથે રઝાક નામનો યુવક પકડાયો છે. બજરંગ દળે યુવકને પોલીસને હવાલે કર્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 17 Oct 2026 08:52 AM (IST)Updated: Sat, 17 Oct 2026 08:52 AM (IST)
united-way-garba-vadodara-controversy-fake-id-scanning-staff-razak-ayush-patel

Vadodara Navratri Controversy: વડોદરાના વિખ્યાત યુનાઈટેડ વે ગરબા મહોત્સવના આયોજકો અને એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે. ગરબા ગ્રાઉન્ડના સ્કેનિંગ વિભાગમાં કર્મચારી તરીકે કામ કરતા અન્ય ધર્મના યુવકને 'આયુષ પટેલ' નામના ઓળખકાર્ડ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ગરબા ગ્રાઉન્ડ પર સુરક્ષા વ્યવસ્થા અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, વડોદરા મહાનગર બજરંગ દળને બાતમી મળી હતી કે, યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડના સ્કેનિંગ ડિપાર્ટમેન્ટમાં એક વિધર્મી યુવક હિન્દુ નામનું આઈકાર્ડ પહેરીને નોકરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે બજરંગ દળના સહ-સંયોજક સાઈકુમાર પિલ્લાઈ અને સમરસતા સહ-પ્રમુખ હિરેનભાઈ ખત્રી કાર્યકર્તાઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતા સ્કેનિંગ સ્ટાફમાં ફરજ બજાવતો રઝાક નામનો યુવક 'આયુષ પટેલ' નામના નકલી ઓળખપત્ર સાથે કામ કરતો મળી આવ્યો હતો.

હિન્દુ સંગઠનોમાં રોષ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગ્રાઉન્ડ પર મેનપાવર પૂરો પાડતી 'બોયઝ ઝોન એજન્સી' દ્વારા જ આ પ્રકારના ડુપ્લિકેટ આઈડી કાર્ડ તૈયાર કરી આપવામાં આવ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ તાત્કાલિક યુવકને પકડીને પોલીસ હવાલે કર્યો હતો.