Junior Clerk Paper Leak:વડોદરામાં જૂનિયર ક્લાર્ક પેપર લીક મામલે હોટલ અપ્સરામાંથી બે આરોપીની ધરપકડ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 29 Jan 2023 04:17 PM (IST)Updated: Sun, 29 Jan 2023 04:17 PM (IST)
two-accused-arrested-from-hotel-apsara-in-case-of-junior-clerk-paper-leak-in-vadodara

Vadodara: જૂનિયર ક્લાર્ક માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાના મામલે એટીએસ અને વડોદરા એસ.ઓ.જીએ 15થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી રિદ્ધિ ચૌધરી તથા ભાસ્કર ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ હોટલ અપ્સરામાંથી પણ બે આરોપીની હોટલના રૂમ નંબર 4માંથી ધરપકડ કરવામાં આવી હતી. હોટલ અપ્સરામાંથી ઝડપાયેલા આરોપી પ્રદીપ નાયક અને નરેશ મોહંતી હોવાનું સામે આવ્યું છે.

હોટલ અપ્સરાના મેનેજર નિનામાએ જણાવ્યું હતું કે, પ્રદીપ નાયક અને નરેશ મોહંતીએ રાતના 9 વાગે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. રાત્રીના 12 વાગ્યાના સમયગાળાની આસપાસ હોટલમાંથી કોઈ કામ અર્થે બહાર ગયા હતા. અડધો કલાક પછી પોલીસ બંનેને પકડીને હોટલ ઉપર લાવી હતી.

naidunia_image

તે લોકો રોકાયા હતા તે રૂમ નંબર 4માં પોલીસે તપાસ હાથ ધરી હતી અને હોટલનું રજીસ્ટર, સીસીટીવી ફૂટેજ ચેક કરીને પોલીસ બન્ને લઈ ગઈ હતી. પોલીસ પોતાની સાથે હોટલનું CDR અને રજીસ્ટર પણ લઇ ગઇ હોવાની માહિતી મળી છે.