Vadodara: શહેરમાં એક સ્કૂલ વાનના હવસખોર ડ્રાઈવરે પોતાની વાનમાં આવતી એક વિદ્યાર્થિની પર દાનત બગાડીને તેના પ્રાઈવેટ પાર્ટ સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વિદ્યાર્થિનીની માતાએ જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વિધર્મી વાન ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.
પીડિત વિદ્યાર્થિનીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, ગત 10 જુલાઈના રોજ મારી દીકરીને સ્કૂલે લેવા-મૂકવા માટે ઈકો વાન બંધાવી હતી. જેનો ડ્રાઈવર સાદીક રાઠોડ દરરોજ મારી દીકરીને સવારે સ્કૂલે લઈ જતો હતો અને બપોરે સાડા 12 વાગ્યે સ્કૂલ છૂટ્યા બાદ ઘરે મૂકી જતો હતો. શરૂઆતના દિવસોમાં સાદિક સમયસર મારી દીકરીને ઘરે મૂકી જતો હતો. જો કે છેલ્લા થોડા દિવસથી તે દરરોજ કરતાં 10 મિનિટ મોડો આવવા લાગ્યો હતો. આટલું જ નહીં, આ દરમિયાન મારી દીકરીના કપડા પણ અસ્તવ્યસ્ત લાગતા હતા.
ગત 15 જુલાઈ સ્કૂલમાં રજા હોવાથી મારી દીકરીને મેં શાતિપૂર્વક પૂછતા તેણે મને આખી આપવીતી જણાવી હતી. જેથી મેં મારા પતિ અને દીકરીના સ્કૂલના શિક્ષકને ફોન કરીને આ બાબતથી વાકેફ કર્યા હતા. જેથી પ્રિન્સિપાલે રૂબરૂ મળવા બોલાવ્યા હતા, જ્યાં તેમણે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. હાલ તો મહિલાની ફરિયાદના આધારે જેપી રોડ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
