Vadodara: અયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષા તથા સંઘર્ષ બાદ નિર્માણ થયેલ ભગવાન શ્રીરામના મંદિર પરિસરમાં આગામી 22મી જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
વડોદરાના ગૌરક્ષક અને રામ ભક્ત વિહાભાઈ ભરવાડની 6 મહિનાની અથાગ મહેનત બાદ પંચદ્રવ્યનો ઉપયોગ કરી તૈયાર કરેલ 3500 કિલો વજનની 108 ફૂટ લાંબી અગરબત્તી 45 દિવસ સુધી રામમંદિર અયોધ્યા ખાતે સુગંધ ફેલાવશે.
500 વર્ષની પ્રતિક્ષા તથા સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય રામમંદિર નું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે.
વડોદરાના ગૌરક્ષક વિહાભાઈ કરસનભાઈ ભરવાડ દ્વારા 151 કિલો ગાયનું ઘી, 1475 કિલો ગાયના ગોબરનો પાઉડર જેવી પાંચ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવેલ 3500 કિલો વજનની 108 ફૂટ લાંબી તથા સાડા ત્રણ ફૂટ પહોળાઈ વાળી અગરબત્તીને આજે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજવા રોડ ખાતે આવેલ પાંજરાપોળ ખાતેથી હજારોની સંખ્યામાં ઉમટી પડેલ રામભક્તોની હાજરીમાં 111 ફૂટ લાંબા રથમાં અયોધ્યા ખાતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
108 ફૂટ લાંબી તથા સાડા ત્રણ ફૂટ પહોળાઈ વાળી અગરબત્તીનું અયોધ્યા ખાતે પ્રસ્થાન કરાવતા અગાઉ અંદાજિત 7000 લોકો પરંપરાગત વસ્ત્રપરિધાન સાથે બાઇક રેલી, લાઈવ ડીજે તથા રાસ ગરબા ના કાર્યક્રમ સાથે પ્રસ્થાન સ્થળે પહોંચ્યા હતા.
સાંસ્ક્રુતિક કાર્યક્રમ બાદ કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજવા રોડ ખાતે આવેલ પાંજરાપોળ ખાતેથી હજારોની સંખ્યામાં ઉમટી પડેલ રામભક્તોની હાજરીમાં 111 ફૂટ લાંબા રથમાં 108 ફૂટ લાંબી અગરબત્તીનું અયોધ્યા ખાતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
