PM Modi Vadodara Visit: વડાપ્રધાન મોદીના આગામી વડોદરા પ્રવાસને લઈને સંસ્કારી નગરીમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે ‘નમો ફોર વિકસિત ભારત’ બ્રાન્ડિંગ હેઠળ એક અત્યંત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા મધ્ય ગુજરાતના વિકાસને એક નવી ગતિ.
સમાજના વડીલોના યોગદાનનું સન્માન કરાશે
આ મહા-આયોજનમાં વડીલો, યુવાનો અને સમાજના તમામ વર્ગોના લોકો ખૂબ જ ઉત્સાહભેર જોડાશે. આ કાર્યક્રમમાં ખાસ કરીને દેશના ઘડતરમાં વડીલોના અમૂલ્ય યોગદાનને વિશેષ રીતે બિરદાવવામાં આવશે તથા આગામી 20 વર્ષના ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે રોડમેપ પર ભાર મૂકવામાં આવશે. આ મધ્ય ગુજરાતના નાગરિકો માટે ગૌરવશાળી ક્ષણ બની રહેશે.
આંતરરાષ્ટ્રીય કક્ષાનું હાઈ-ટેક 4K લાઈવ પ્રસારણ
આ વખતના ભવ્ય આયોજનની સૌથી મોટી આકર્ષક વિશેષતા તેનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટેકનિકલ પ્રોડક્શન કવરેજ રહેવાનું છે. ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) અને મોટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈવેન્ટ્સની તર્જ પર અત્યાધુનિક 4K કેમેરા અને હાઈ-ટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રોડક્શન કરવામાં આવશે.
આ ભવ્ય કવરેજને સફળ બનાવવા માટે દેશ-વિદેશની અત્યંત નામાંકિત પ્રોડક્શન ટીમો વડોદરા ખાતે કાર્યક્રમ સાથે જોડાઈ ચૂકી છે. ટેકનોલોજીના આ ઉત્કૃષ્ટ સમન્વયથી વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ વૈશ્વિક સ્તરનું અને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી અત્યંત પ્રભાવશાળી બની રહેશે, જે નિહાળવો એક અનોખો લહાવો બની રહેશે.
યુદ્ધના ધોરણે આખરી ઓપ આપતું વહીવટી તંત્ર
વડોદરાના નાગરિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ સ્થળે સુરક્ષા વ્યવસ્થા, હજારો લોકો માટે વિશાળ બેઠક વ્યવસ્થા અને ભવ્ય મંડપ સહિતની તમામ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થઈ રહી છે,
રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સતત કાર્યક્રમ સ્થળ પર હાજર રહીને તમામ ઝીણવટભર્યા પાસાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે. આ ભવ્ય આયોજનનાઅંતે ઉપસ્થિત રહેનાર તમામ નાગરિકો તેમજ ઘેર બેસીને લાઈવ જોનારા દર્શકો માટે એક અનોખો અને અદ્ભુત વિઝ્યુઅલ અનુભવ તૈયાર કરવામાં આવ્યો છે.
