PM Modi Vadodara Visit: પીએમ મોદીએ વડોદરા MS યુનિવર્સિટીમાં રોકસ્ટાર સ્ટાઈલમાં કરી એન્ટ્રી, Gen Z સાથે કર્યો ખાસ સંવાદ, સભા શરુ, જુઓ live

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીએ રોકસ્ટારની સ્ટાઈલમાં રેમ્પ વૉક કરી Gen Z વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું અને તેમની સભા શરુ થઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 08 Sep 2026 12:41 PM (IST)Updated: Tue, 08 Sep 2026 12:41 PM (IST)
pm-modi-vadodara-rockstar-entry-gen-z-interaction-navsari

PM Modi Vadodara Visit: વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આયોજત ખાસ કાર્યક્રમમાં પીએમ મોદીએ રોકસ્ટારની સ્ટાઈલમાં રેમ્પ પર ચાલતા ચાલતા જેન ઝી વિદ્યાર્થીઓને અને પ્રોફેશનલ્સનું અભિવાદન ઝીલ્યું. સ્ટેજ પરથી આજે વડોદરામાં પીએમ મોદી જેન ઝી સાથે સંવાદ કરશે અને તેમને સંબોધન શરુ કર્યું

નવસારીમાં 1100 મહિલાઓ કળશ સાથે સ્વાગત કરશે

વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી બપોરે 2:45 વાગ્યે પીએમ મોદી નવસારી જવા રવાના થશે. નવસારીમાં તેઓ દેશના પ્રથમ AI ટેકનોલોજીથી સજ્જ અને અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે કોર્પોરેટ શૈલીમાં બનેલા નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમનું ઉદ્ઘાટન કરશે.