કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું વડોદરા એરપોર્ટ પર આગમન: ‘ચિંતન શિબિર-2026’માં હાજરી આપવા એકતાનગર રવાના થયા

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વડોદરા એરપોર્ટ આવી પહોંચતાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. ‘ચિંતન શિબિર-2026’ માટે બાય રોડ એકતાનગર રવાના થયા હતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 05 Oct 2026 12:57 PM (IST)Updated: Mon, 05 Oct 2026 12:57 PM (IST)
nitin-gadkari-arrives-vadodara-airport-ektanagar-chintan-shivir-2026-high-alert-security

Union Minister Nitin Gadkari: નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા એકતાનગરમાં યોજાનારી હાઈપ્રોફાઈલ ‘ચિંતન શિબિર-2026’માં ભાગ લેવા માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેમની આ હાઈપ્રોફાઈલ મુલાકાત અને VIP મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ તંત્ર અને તમામ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર મોકલી દેવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વડોદરા એરપોર્ટ પર

મળતી વિગતો અનુસાર, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ એરપોર્ટથી બાય રોડ ડભોઈ માર્ગ થઈને એકતાનગર જવા માટે રવાના થયા હતા. કેન્દ્રીય મંત્રીના વડોદરા આગમન પહેલાં જ સુરક્ષાના કારણોસર સમગ્ર વડોદરા એરપોર્ટ પરિસર અને આસપાસના તમામ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

વડોદરા પોલીસે વિશેષ આયોજન કર્યું

કેન્દ્રીય મંત્રીના કોન્વોય અને VIP રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ એરપોર્ટ તેમજ રૂટ પર આવેલા તમામ સંવેદનશીલ સ્થળોએ ખૂણેખૂણાની તપાસ કરી હતી. આ ઉપરાંત, કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરાની સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ ખાતે પણ વિશેષ સુરક્ષા સમીક્ષા અને ચેકિંગ કરવામાં આવ્યું હતું.

નીતિન ગડકરી એકતાનગર રવાના થયા

કેન્દ્રીય મંત્રી ગડકરીના કાફલાને સુચારૂ રીતે પસાર કરાવવા માટે સમગ્ર VIP રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. સુરક્ષા તંત્ર દ્વારા રૂટ પર કડક નજર રાખવામાં આવી હતી. સુરક્ષાની તમામ પ્રોટોકોલ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કડક બંદોબસ્ત વચ્ચે પોતાના નિર્ધારિત સ્થળ એકતાનગર ખાતે શિબિરમાં હાજરી આપવા જવા માટે રવાના થયા હતા.