Surat Navratri 2026: આઠમ પર્વે સુરતના અંબાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર, જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું

આ મંદિર 450 વર્ષ જુનું મંદિર છે. આઠમ નિમિતે અહી હવન સહિતના આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બપોર સુધીમાં જ 50 હજારથી વધુ ભક્તો માતાજીના દર્શન કરી ચુક્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 19 Oct 2026 03:12 PM (IST)Updated: Mon, 19 Oct 2026 03:12 PM (IST)
navratri-2026-massive-crowd-at-ambaji-temple-in-surat-on-ashtami

Surat News: માઁ આદ્યશક્તિના પર્વ નવરાત્રીમાં ચારેય તરફ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે આઠમ અને નવમીના પાવન અવસરે શહેરના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે, સુરતના અતિ પ્રચીન અંબાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે, બપોર સુધીમાં જ 50 હજારથી વધુ ભક્તો માઁ અંબાના દર્શન કરી ચુક્યા છે.

નવરાત્રીમાં આઠમનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે આજે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ભાગળ કોટ વિસ્તારમાં આવેલા જુના અંબાજી મંદિર અને પીપલોદ સ્થિત અંબિકા નિકેતન મંદિર સહિતના અનેક મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે, ભાગળ સ્થિત આવેલા અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો માઁ અંબેના દર્શન કરવા ઉમટી પડ્યા છે. મંદિર પરિસર જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. આ મંદિર 450 વર્ષ જુનું મંદિર છે. આઠમ નિમિતે અહી હવન સહિતના આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બપોર સુધીમાં જ 50 હજારથી વધુ ભક્તો માતાજીના દર્શન કરી ચુક્યા છે.

naidunia_image

પુજારી કિરણભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ મંદિર 450 વર્ષ જુનું મંદિર છે, સવારના 4 વાગ્યાથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે, સાંજે 4 વાગ્યે હવન થશે અને 8 વાગ્યે પુર્ણાહુતી થશે, બપોર સુધીમાં 50 થી 60 હજાર ભક્તો દર્શન કરી ચુક્યા છે.

દર્શને આવેલા તેજસ શાંતિલાલ ચોકસીએ જણાવ્યું હતું કે આ ભાગળ મુકામે અંબાજી મંદિર આવેલું છે, આઠમનો અનેરો મહિમા છે, અહી રાત્રીના 3 વાગ્યાથી જ ભક્તો દર્શનાથે આવે છે, અહિયાં 24 કલાક માતાજી ના દર્શન થાય છે, જાળીમાંથી પણ ભક્તો દર્શન કરી શકે છે, મારી આ પાંચમી પેઢી છે અને માતાજીના દર્શન કર્યા બાદ નજર ખસતી જ નથી, હું આખી રાત મંદિરમાં હતો અને અત્યાર સુધીમાં 50 થી 60 હજાર જેટલા ભક્તો દર્શન કરી ચુક્યા છે અને બપોર બાદ વધુ ભીડ જામશે.