Vadodara News: મુંબઈમાં RBI સહિત 11 સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યા બાદ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તેમજ મહારાષ્ટ્ર ATSનું સંયુક્ત ઓપરેશન ધમકી હાથ ધરી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા શહેર ખાતેથી 3 યુવકોની અટકાયત કરી આરોપીઓના 04 દિવસના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક પુછતાછ હાથ ધરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે મુંબઈ એટીએસની ટીમે સર્ચ ઓપરેશનના ભાગરૂપે વડોદરામાં ધામા નાખ્યા છે. અને શહેરની એસ.ઓ.જી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે રાખી ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઈમેલ મારફતે RBI ગવર્નર શક્તિકાંત દાસ તેમજ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામનને ધમકી પાઠવવાના મામલે સર્ચ ઓપરેશનના ભાગરૂપે મુંબઈ એટીએસની ટીમે વડોદરા શહેરની એસ.ઓ.જી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે રાખી વડોદરાના ચાર દરવાજાના અંદર આવેલ લાડવાડા વિસ્તારમાં મેમણ હોલની નીચે આવેલ ઓપ્ટિકલની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આરોપીઓ દ્વારા ઓપ્ટિકલના માલિકનો ફોન વાપરવામાં આવ્યો હોઈ શકે તેવી પ્રાથમિક માહિતીના આધારે સર્ચ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું છે, હાલ મુંબઈ એટીએસના અધિકારીઓ તેમજ વડોદરા એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમનું સર્ચ ઓપરેશન હાલ ચાલુ છે. ઓપ્ટિકલના માલિક શકમંદ હોવાથી મુંબઈ એટીએસએ તપાસનો દોર શરૂ કર્યો છે. વડોદરામાં જમાતખાના નીચેની દુકાનમાંથી સીમ ખરીદી હોય અથવા વાઇફાઇનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે અંગેની તપાસ પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
