ગુજરાતમાં ખેલ મહાકુંભ-2026નો આજથી ભવ્ય પ્રારંભ: વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરશે

જ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવા અને ઉભરતી ખેલ પ્રતિભાઓને યોગ્ય મંચ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે આજથી ‘ખેલ મહાકુંભ-2026’નો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 09 Oct 2026 09:56 AM (IST)Updated: Fri, 09 Oct 2026 09:56 AM (IST)
khel-mahakumbh-2026-begins-in-gujarat-cm-bhupendra-patel-to-inaugurate-at-vadodara

Khel Mahakumbh 2026: રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવા અને ઉભરતી ખેલ પ્રતિભાઓને યોગ્ય મંચ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે આજથી ‘ખેલ મહાકુંભ-2026’નો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. વડોદરાના જાણીતા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંજના 4:00 વાગ્યે આયોજિત વિશેષ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ રમતગમત મહોત્સવનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવશે.

ખેલ મહાકુંભમાં 39 રમતોનો સમાવેશ

આ વર્ષે ખેલ મહાકુંભને વધુ વ્યાપક અને રોમાંચક બનાવવામાં આવ્યો છે, જેમાં કુલ 39 જેટલી વિવિધ રમતોનો સમાવેશ કરાયો છે. ગ્રામીણ અને શહેરી કક્ષાએથી પ્રતિભાઓ શોધીને તેમને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે આગળ લાવવા માટેનું એક મજબૂત માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમાજના દરેક વર્ગને રમતગમતના આ મહાકુંભમાં જોડવાના હેતુથી દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ અલગથી વિશેષ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે તેમનામાં આત્મવિશ્વાસ વધારવામાં મહત્વનો ભાગ ભજવશે.

નાગરિકો અને રમતવીરોમાં ઉત્સાહ

આ વર્ષે ખેલ મહાકુંભ પ્રત્યે રાજ્યના નાગરિકો અને રમતવીરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 76.02 લાખથી પણ વધુ ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને નવો ઈતિહાસ રચ્યો છે. શાળા, કૉલેજ અને ગ્રામીણ સ્તરના ખેલાડીઓ આ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય દાખવશે.

CM પટેલના હસ્તે થશે ઉદ્ધાટન

મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થયા બાદ રાજ્યના ખૂણે-ખૂણે વિવિધ વયજૂથની રમત સ્પર્ધાઓ શરુ થશે. વિજેતા ખેલાડીઓને આકર્ષક રોકડ પુરસ્કારો અને પ્રોત્સાહક ઈનામો આપીને સન્માનિત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે આપવામાં આવી રહેલા પ્રોત્સાહનને કારણે ખેલ મહાકુંભ ગુજરાતના યુવા ખેલાડીઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યો.