Sanjeli Local News: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે ગાય, ભેંસ, બકરી, બળદ સહિતના પશુઓને ઘરના આંગણે જ ઘર માલિક દ્વારા બાંધી રાખવામાં આવ્યા હોય છે, ત્યારે આસપાસમાં ડુંગરાળ વિસ્તાર હોય અચાનક ક્યાંકથી દીપડો આવી ચડ્યો હતો અને દીપડાએ બકરાનું મારણ કરતા પ્રતાપુરા ગામે અચાનક દીપડાએ બકરા પર હુમલો કર્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
દીપડા એ બકરાનું મારણ કર્યું હોવાની જાણ થતા ઘરના લોકો તેમજ આસપાસ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટના બાબતે સંજેલી વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને દીપડાને પાંજરે પૂરવાની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વન વિભાગ દ્વારા લોકોને રાત્રે ઘરની બહાર ના સૂવાનું તેમજ ડુંગરાળ જંગલ વિસ્તારમાં જવાનું ટાળવા માટે જાણવામાં આવ્યું હતું. જેથી કોઈ વન્ય પ્રાણીથી હુમલો થાય તો બચી શકાય પરંતુ આવી રીતે દીપડાનું લોકોના રહેણાંક વિસ્તારમાં જ આટા ફેરા થતા હોય બકરા સહિતના પશુનો મારણ કરતા હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકોમાં પણ ડ૨ તેમજ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
