Bull Fights In Lunawada: લુણાવાડામાં ફરી એકવાર આખલા વચ્ચે યુદ્ધથી મચી નાસભાગ, રાહદારીઓના જીવ પડીકે બંધાઈ ગયા

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 01 Apr 2024 07:04 PM (IST)Updated: Mon, 01 Apr 2024 07:05 PM (IST)
in-lunawada-once-again-a-war-torn-stampede-between-bulls-pedestrians-lost-their-lives

Bull Fights In Lunawada: મહીસાગરના લુણાવાડામાં ફરી એકવાર સર્જાયું આખલાઓનું યુદ્ધ જોવા મળ્યું છે. રાહદારીઓને જીવ પડીકે બંધાઈ ગયા. કારણકે, આ અગાઉ એવી અનેક ઘટના ઘટી ચુકી છે કે જેમાં રખડતા પશુઓના કારણે કેટલાય લોકોને ઈજાઓ પોહચી હોય. ઘણી વખત તો એવું પણ બન્યું છે કે આ રખડતા પશુ કેટલાય લોકો માટે રખડતું મોત સાબિત થયા હોય.

naidunia_image

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આખલાઓનો આતંક યથાવત જોવા મળ્યો. બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચોકડી પર આખલાઓનું યુદ્ધ સર્જાયું હતું. આખલાઓનું યુદ્ધ સર્જાતા ત્યાં હાજર રાહદારીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પર બે આખલાઓ વચ્ચે બરાબરનું યુદ્ધ જામ્યું હતું. હાઇવે પર અચાનક જ આખલાઓ દોડતા રાહદારીઓના જીવ પડીકે બંધાયા હતા.

જોકે, આ કોઈ પહેલી ઘટના નથી કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હોય. અવારનવાર રાજ્યના અલગ અલગ વિસ્તારો માંથી આ પ્રકારની ઘટના સામે આવતી જ હોય છે. ઘણી વખત તો એવું પણ બન્યું છે કે રખડતા પશુઓના કારણે કોઈને જીવ ગુમાવવો પડ્યો હોય. ઘણા કિસ્સાઓમાં લોકોને જીવનભર ની ખોડખાપણ પણ રહી ગઈ છે.