વડોદરા: ગુજરાત ATSનો મોટો ખુલાસો, ઉત્તર ગુજરાતથી પકડાયેલા દેશ વિરોધી તત્વોએ MSUની ફાઇન આર્ટસ ફેકલ્ટી બહાર કરી હતી બેઠક

ગુજરાત ATSની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઉત્તર ગુજરાતથી પકડાયેલા દેશ વિરોધી તત્વોએ વડોદરાની MSU ફાઇન આર્ટસ ફેકલ્ટી બહાર બેઠક કરી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 27 Jul 2026 01:06 PM (IST)Updated: Mon, 27 Jul 2026 01:06 PM (IST)
gujarat-ats-terror-module-msu-fine-arts-vadodara-secret-meeting-north-gujarat

Vadodara News: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં રાજ્યમાં ચલાવવામાં આવેલા દરોડા દરમિયાન આતંકવાદી ગતિવિધિઓમાં સંકળાયેલા શંકાસ્પદોના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ATSએ બનાસકાંઠા, નવસારી અને પાટણ સહિતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હતી. આ કેસની ઊંડાણપૂર્વક તપાસમાં હવે સંસ્કારી નગરી વડોદરાને લઈને અત્યંત ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.

આતંકીઓએ MSUની બહાર મીટિંગો કરી હતી

તપાસમાં સામે આવ્યું છે કે, દેશવિરોધી પ્રવૃત્તિઓનું ષડયંત્ર રચવા માટે આરોપીઓએ વડોદરા શહેરને પોતાનું કેન્દ્ર બનાવ્યું હતું. ઉત્તર ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓએ વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ (MSU) યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીની બહાર બેસીને ગુપ્ત મીટિંગો યોજી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, ફેકલ્ટીની બહાર જ્યાં 'આઈ લવ એમએસયુ' લખેલું બોર્ડ છે, તેની નીચે આવેલા જાહેર બાકડા પર બેસીને આ દેશવિરોધી તત્વો દેશ સામે ષડયંત્ર રચવાની ચર્ચાઓ કરતા હતા. ATSની ટીમે આતંકીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલી આ ચોક્કસ જગ્યાની ઓળખ કરી લીધી છે.

naidunia_image

ATSની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

તપાસ દરમિયાન વધુ એક મોટો દાવો સામે આવ્યો છે કે પકડાયેલા આતંકીઓ પૈકીના બે મુખ્ય આરોપીઓ અહમદ ગાજીવાલા અને ઈબ્રાહિમ ઘઘા વડોદરાની જાણીતી 'એમ્બેસેડર હોટલ'ના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હતા. આ ક્વાર્ટરનો ઉપયોગ તેઓ પોતાના રોકાણ અને પ્રવૃત્તિઓ માટે કરતા હતા. ફાઇન આર્ટસ બહાર યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને આતંકી સંગઠનમાં જોડવાનો, તેમને ભટકાવવાનો અને કટ્ટરપંથી વિચારો ફેલાવવાનો હતો.

naidunia_image

આંતકીઓ યુવાઓનું બ્રેઇનવોશ કરતા હોવાનું સામે આવ્યું

આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કટ્ટરપંથી સાહિત્ય અને વિડીયો શેર કરીને યુવાનોનું બ્રેઈનવોશ કરતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. વડોદરાના કયા કયા સ્થાનિક ઈસમો આ આતંકી મોડ્યુલના સંપર્કમાં હતા અને આ બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું હતું, તે દિશામાં હાલ ATS દ્વારા સઘન તપાસ અને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં વડોદરામાંથી પણ કેટલાક સ્થાનિક મદદગારોની ધરપકડ થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે.