જંબુસર તાલુકા પંચાયત કેમ્પસ માં શૈક્ષણિક વહીવટી તંત્ર શાળા પ્રવેશ ઉત્સવ 2015માં ગરીબ બાળકો માટે ફાળવવામાં આવેલી શાળા પ્રવેશ ઉત્સવ 2015ની સાયકલો ગરીબ વિધાર્થીઓને ફાળવવામા ના આવતા 7 વર્ષથી ધૂળ ખાઈ રહેલ મોટી સંખ્યામાં સાયકલો ભંગાર થઇ ગઈ હતી. અધિકારીઓની બેદરકારીના કારણે ભંગાર બનેલી સાયકલો સગેવગે કરવામાં આવતા આ અંગે તાલુકા પંચાયતના અધિકારીઓને સવાલ કરતા તેમણે જાણવ્યું હતું કે,આ અંગે ઉપલી કચેરી પાસે સમગ્ર જાણકારી છે.
વર્ષ 2015માં શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત ફાળવવામાં આવેલી ગરીબ વિધાર્થીઓ માટેની સાયકલો અધિકારીઓની બેદરકારીના કારણે 7 વર્ષ સુધી ધૂળ ખાતી રહી અને ભંગાર હાલત થઇ જતા સાયકલો સગેવગે કરવામાં આવતા નગરમાં અનેક ચર્ચોએ જોર પકડ્યું છે અને આવી ગંભીર બેદરકારી દાખવનાર શૈક્ષણિક અધિકારી સામે શું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેવા પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે.
